ઇન્ડસઇન્ડ બેન્કે એકાઉન્ટીંગ વિસંગતિ શોધવા સ્વતંત્ર કંપનીની નિમણૂંક કરી


મુંબઇ, 20 માર્ચઃ ઇન્ડસઇન્ડ બેન્કે પોતાના ડેરિવેટિવ્ઝ પોર્ટફોલિયોમાં એકાઉન્ટીંગ સંબંધિત વિસંગતિઓની તપાસ કરવા માટે એક સ્વતંત્ર કંપનીની નિમણૂક કરી હોવાનું જણાવ્યું છે. મુંબઈ સ્થિત ધિરાણકર્તાએ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે તેણે કરન્સી ડેરિવેટિવ્ઝ બુક કરવાની રીતમાં હિસાબી વિસંગતિઓ શોધી કાઢી હતી, જે ઓછામાં ઓછા છ વર્ષ પહેલાંની છે, જે અંદાજિત 175 મિલિયન ડોલર હોવાનું મનાય છે.
ઇન્ડસઇન્ડ બેન્કે એક્સચેન્જ ફાઇલિંગમાં સ્વતંત્ર કંપનીનું નામ આપ્યા વિના જણાવ્યુ હતુ કે તે વિસંગતિના મૂળ કારણને ઓળખશે, વર્તમાન એકાઉન્ટિંગ ધોરણોના સંદર્ભમાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટની એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટની સચોટતાનું મૂલ્યાંકન કરશે અને છટકબારીઓ ઓળખી કાઢશે.
17 વર્ષથી ઈન્ડસઈન્ડ બેંક સાથે રહેલા સીઈઓ સુમંત કથપલિયા માટે વિનંતી કરેલ મુદત કરતા ટૂંકા વિસ્તરણને કેન્દ્રીય બેંકે મંજૂર કર્યા પછી અને આ મુદ્દા પરની ચિંતાઓને કારણે આ મહિને ઈન્ડસઈન્ડ બેંકના શેરમાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે આજે પણ સવારના 9.40ની આસપાસ ઇન્ડસઇન્ડ બેન્કનો શેર 0.26 કા નીચે રૂ. 682.40ના મથાળે ચાલી રહ્યો હતો. તે જોતા રોકાણકારો હજુ પણ આ બેન્કના શેરમાં સાવચેતીપૂર્વકનું વલણ દાખવી રહ્યા છે.
નોંધનીય છે કે ભારતની મધ્યસ્થ બેંકે ગત સપ્તાહે જણાવ્યું હતું કે ઇન્ડસઇન્ડ બેંક પાસે પર્યાપ્ત મૂડી છે અને બેંકની નાણાકીય સ્થિતિ “સંતોષકારક” છે.
આ પણ વાંચોઃ આગામી ત્રણ મહિનામાં ગોલ્ડ આ સ્તરે સ્પર્શશે!