ટ્રેન્ડિંગનેશનલ

ઈન્દ્રમણિ પાંડે BIMSTECના મહાસચિવનું પદ સંભાળનાર પ્રથમ ભારતીય બન્યા

Text To Speech

ઈન્દ્રમણિ પાંડેને બે ઑફ બંગાળ ઈનિશિએટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC)ના મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા છે.  તેઓ ટૂંક સમયમાં આ જવાબદારી સંભાળશે. તેમણે પોતાની નિમણૂક અંગેની માહિતી શેર કરી ખુશી વ્યક્ત કરી છે. ઈન્દ્રમણિ પાંડેએ કહ્યું છે કે, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ કરતી બંગાળની ખાડીની મુખ્ય પ્રાદેશિક સંસ્થા BIMSTECના મહાસચિવ તરીકે મારી નિમણૂક અંગે સૌને જણાવતા મને ખુશી થાય છે.

ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત કોઈ ભારતીયને આ જવાબદારી મળવા જઈ રહી છે. BIMSTECમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે.  નવી જવાબદારી મળવા પર, ઇદ્રમણિ પાંડેએ BIMSTECના મહાસચિવની પ્રતિષ્ઠિત અને પડકારજનક જવાબદારી સોંપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરનો આભાર વ્યક્ત કર્યો છે.

ઈન્દ્રમણિ પાંડે BIMSTECના આગામી મહાસચિવ હશે

ઈન્દ્રમણિ પાંડે ભારતીય વિદેશ સેવાના 1990 બેચના અધિકારી છે. હાલમાં તેઓ જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે. હવે તેમને નવી અને મોટી જવાબદારી મળવા જઈ રહી છે. તેઓ ટૂંક સમયમાં પોતાનો ચાર્જ સંભાળશે.

આ પણ વાંચો: G20 સમિટને લઈ અમેરિકાએ કર્યા ભારતના વખાણ, દિલ્હી મેનિફેસ્ટો પર કરી આ વાત

Back to top button