મધ્ય પ્રદેશમાં ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમીના દિવસે એટલે, 30 માર્ચે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃતઆંક વધીને 35 થઇ ગયો છે. જેમાં કચ્છનાં 11 લોકોનાં મોત થયાનું સામે આવ્યુ છે. કચ્છના નખત્રાણા, માંડવી,ભુજ તાલુકાના 11 લોકોના મોત નીપજ્યા છે. નોંધનીય છે કે, જે સમયે દુર્ઘટના થઈ ત્યારે આ મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. ભીડના કારણે કેટલાય લોકો મંદિરમાં આવેલી વાવ પરની જાળી પર બેઠા હતા. આ દરમ્યાન વાવ પર બનેલી છત તૂટી અને કુવામાં લોકો પડ્યા હતા. આ કુવો 40 ફુટ ઊંડો છે. તેમાં 7 ફુટ સુધી પાણી ભરેલું હતું.
રામનવમીના દિવસે મધ્ય પ્રદેશના ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં થયેલી મોટી દુર્ઘટનામાં મૃતઆંક વધીને 35 થઇ ગયો છે. જેમાં ગુજરાતના કચ્છમાં 11 લોકોનાં મોત થયાની માહિતી મળી રહી છે. જેમાં માહિતી અનુસાર કચ્છના નખત્રાણા, માંડવી,ભુજ તાલુકાના 11 લોકોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત 18 કલાક પછી પણ રાહત અને બચાવનું કામ ચાલી રહ્યું છે.
Stepwell collapse at Indore temple | Death toll rises to 35
18 people were admitted to the hospital, out of which 2 people have been discharged. 35 people died. One person is still missing. Army, NDRF & SDRF teams are conducting search & rescue operation: Indore Collector Dr… pic.twitter.com/3Ff6VzAkXs
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 31, 2023
નોંધની છે કે, સમગ્ર ઘટના ત્યારે બની હતી જ્યારે આ મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. ભીડના કારણે કેટલાય લોકો મંદિરમાં આવેલી વાવ પરની જાળી પર બેઠા હતા. આ દરમ્યાન વાવ પર બનેલી છત તૂટી અને કુવામાં લોકો પડ્યા હતા. આ કુવો 40 ફુટ ઊંડો છે. તેમાં 7 ફુટ સુધી પાણી ભરેલું હતું.
આ મોટી દુર્ઘટનામાં રાત સુધી આ આંક 15ની અંદર હતો. પરંતુ મોડી રાત્રે 12 વાગ્યે સેનાએ મોરચો સંભાળ્યો હતો. જે બાદ સેનાના જવાનોએ 5 કલાકમાં 21 મૃતદેહ બહાર કાઢ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, હાલ મૃતઆંક 35 પર પહોંચ્યો છે. જેમાં કચ્છના નખત્રાણા, માંડવી,ભુજ તાલુકાના 11 લોકોના મોત નીપજ્યા છે. આ તમામ લોકો ત્યાંના જ રહેવાસી હતા.
ગુજરાતી મૃતકોનાં નામ નીચે પ્રમાણે છે.
1. લક્ષ્મીબેન રતિલાલ દીવાણી 70 (ટોડીયા)
2. દક્ષાબેન લક્ષ્મીકાંત રામાણી 58 (નખત્રાણા)
3. કનકબેન કૌશલ લક્ષ્મીકાંત રામાણી 32 (નખત્રાણા)
4. ગોમતીબેન ગંગદાસ પોકાર 70 (રામપર સરવા)
5. પુષ્પાબેન દિનેશભાઈ પોકાર 49 (હરીપર)
6. કસ્તુર બેન મનોહર ભાઈ રામાણી 73 (નખત્રાણા )
7. પ્રિયંકા બેન પોકાર 30 (હરીપર)
8. વિનોદભાઈ ધનજીભાઈ નાકરણી 58 ( વિરાણી મોટી)
9. શારદાબેન કેશવલાલ પોકાર 55 (રામપર, સરવા)
10. રતનબેન નાનજીભાઈ રામાણી 73 (નખત્રાણા )
11. જાનબાઈ ગંગારામ ભાઈ નાથાણી 72 (નખત્રાણા)
FIR registered, magisterial inquiry ordered into the incident. Action will be taken against found responsible. The current priority is the rescue operation. The injured will be treated free of cost. PM has also announced ex-gratia amount to the victims. We have ordered an… pic.twitter.com/RAvyYuV610
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 31, 2023
તપાસના આદેશ
ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં ઘટેલી દુર્ઘટના પર કલેક્ટર તથા જિલ્લા અધિકારી ડો. ઈલૈયા રાજા ટીએ મજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં 35 લોકોના મોત થઈ ચુક્યા છે. 18 લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. તેમાંથી બેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક શખ્સ ગુમ છે. સેના, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે.
આ પણ વાંચો : ઈન્દોર મંદિર અકસ્માતમાં 13 લોકોના મોત, મૃતકના પરિજનોને રૂ. 5-5 લાખની સહાયની જાહેરાત, PM મોદીએ લીધી જાણકારી
રામનવમીએ કઇ રીતે દુર્ઘટના બની ?
ઇન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં આ દુર્ઘટના રામનવમી ઉત્સવ પર થઈ હતી. મંદિરમાં ભારે ભીડ હતી. જે સમયે દુર્ઘટના થઈ ત્યારે આ મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. ભીડના કારણે કેટલાય લોકો મંદિરમાં આવેલી વાવ પરની જાળી પર બેઠા હતા. આ દરમ્યાન વાવ પર બનેલી છત તૂટી અને કુવામાં લોકો પડ્યા હતા. આ કુવો 40 ફુટ ઊંડો છે. તેમાં 7 ફુટ સુધી પાણી ભરેલું હતું. કુવાની છત પડતા અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક પોલીસ પ્રશાસનની ટીમ ત્યાં પહોંચી અને બચાવ કાર્ય શરુ કરી દીધું હતું.