ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરી

રાષ્ટ્રપતિ ભવનમાં ઇન્ડોનેશિયાના પ્રતિનિધિમંડળે બોલિવૂડ ગીત ‘કુછ કુછ હોતા હૈ’ ગાયું, જુઓ વીડિયો

નવી દિલ્હી, 26 જાન્યુઆરી : રાષ્ટ્રપતિ ભવનમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયનોના સન્માનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં ઇન્ડોનેશિયાના પ્રતિનિધિમંડળે બોલિવૂડ ગીત ‘કુછ કુછ હોતા હૈ’ ગાયું હતું. આ પ્રતિનિધિમંડળમાં ઈન્ડોનેશિયાના વરિષ્ઠ મંત્રીઓ સામેલ હતા. મહત્વનું છે કે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તેમની પ્રથમ ભારત મુલાકાતે છે. તેઓ ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે.

ભારત-ઇન્ડોનેશિયા સંરક્ષણ અને વેપાર સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે સંમત

શનિવારે ભારત-ઇન્ડોનેશિયાએ સંરક્ષણ અને વેપાર સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ આવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે જે ચીન માટે ચિંતાનું કારણ બની શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે લાંબી વાત કરી હતી. બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા અને સંરક્ષણ ઉત્પાદન અને પુરવઠા શૃંખલાના ક્ષેત્રોમાં સંયુક્ત રીતે કામ કરવા સંમત થયા છે.

વાસ્તવમાં સુબિયાન્તો ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ રવિવારે ફરજ પથ પર યોજાનાર ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. આ વાતચીત બાદ મીડિયાને આપેલા પોતાના નિવેદનમાં પીએમ મોદીએ ઈન્ડોનેશિયાને 10 દેશોના આસિયાન સમૂહની સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતનું એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું અને કહ્યું કે બંને દેશો નિયમો આધારિત વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે.

ભારત-ઇન્ડોનેશિયા મિત્રતાના કારણે ચીન ચિંતિત છે

ભારત-ઇન્ડોનેશિયા મિત્રતાએ ચીન માટે પણ તણાવ ઉભો કર્યો છે. પીએમ મોદીએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય શક્તિને લઈને વૈશ્વિક ચિંતાઓ વચ્ચે કહ્યું, ‘અમે સંમત છીએ કે નેવિગેશનની સ્વતંત્રતા આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર સુનિશ્ચિત થવી જોઈએ.’ પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં થયેલા કરાર ગુના નિવારણ, શોધ અને બચાવ અને ક્ષમતા નિર્માણમાં સહયોગને વધુ મજબૂત કરશે.

આ પણ વાંચો :- તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, આ ભારતીય ખેલાડીનો રેકોર્ડ તોડી વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચાવ્યો

Back to top button