વર્લ્ડ

ઈન્ડોનેશિયાઃ જકાર્તાના સરકારી ઓઈલ સ્ટોરેજ ડેપોમાં ભીષણ આગ, 17ના મોત, અનેક ઘાયલ

Text To Speech

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાંગઈ કાલે રાત્રે એક ઓઈલ સ્ટોરેજ ડેપોમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. ત્યારે આ ઘટનામાં ડઝનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ઓઈલ સ્ટોરેજ ડેપો એક સરકારી કંપનીનો છે.

જકાર્તામા એક કંપનીમાં ભીષણ આગ

જાણકારી મુજબ ઉત્તર જકાર્તામાં ઉર્જા કંપની પેર્ટામિનાના ડેપોમાં ભારે આગ ફાટી નીકળ્યા પછી, આસપાસના લોકો ગભરાઈને આવ્યા અને પોતાનો જીવ બચાવવા ભાગ્યા. વહીવટીતંત્રે નજીકના રહેણાંક વિસ્તારોને ખાલી કરાવ્યા હતા.

જકાર્તામાં આગ-humdekhengenews

બે બાળકો સહિત 17 લોકોના મોત

ઉત્તર જકાર્તાના ફાયર વિભાગે જણાવ્યું હતું કે આગમાં બે બાળકો સહિત 17 લોકોના મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા છે. ફાયર વિભાગના વડાએ મીડિયાને જણાવ્યું કે આગમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે હાલ આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી.

આગ લાગવા પાછળનું કારણ અકબંધ

ઈન્ડોનેશિયાના આર્મી ચીફે મીડિયાને જણાવ્યું હતું કે આગ ફાટી નીકળ્યાના કેટલાક કલાકો બાદ તેને કાબૂમાં લેવામાં આવી હતી. સેના પ્રમુખે કહ્યું કે તેઓ આગ લાગવા પાછળનાકારણની તપાસ કરી રહ્યા છે.

જકાર્તામાં આગ-humdekhengenews

આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે આગને કાબૂમાં લેવા અને આસપાસના વિસ્તારોના કામદારો અને રહેવાસીઓને સુરક્ષિત સ્થાનો પર ખસેડવાની દિશામાં કામ કરી રહી છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવે કહ્યું કે તે આવી ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે આંતરિક સમીક્ષા કરશે.

આ પણ વાંચો : અંબાજીમાં પ્રસાદની પરંપરા બદલાતા વિરોધ, ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ, ગામને બંધ રાખી ઉગ્ર આંદોલનની ચીમકી

Back to top button