અશાંતિના આંતરરાષ્ટ્રીય માહોલ વચ્ચે ભારત-અમેરિકાની મંત્રી-સ્તરીય બેઠક
- નવી દિલ્હીમાં આજે ભારત અને અમેરિકાના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની મહત્વની બેઠક યોજાશે.
- બેઠક દરમિયાન બંને દેશો તેમના ઝડપથી વધી રહેલા વ્યૂહાત્મક સંબંધોની વ્યાપક સમીક્ષા કરશે.
- ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે.
નવી દિલ્હી: નવી દિલ્હીમાં આજે ભારત અને અમેરિકાના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની 2+2 બેઠક યોજાશે. આ બેઠક માટે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન દિલ્હી પહોંચી ગયા છે. તેઓ આ મહત્વપૂર્ણ બેઠકની સહ અધ્યક્ષતા કરશે. આ મહત્વપૂર્ણ બેઠકમાં ભારત અને અમેરિકા તેમના ઝડપથી વધી રહેલા વ્યૂહાત્મક સંબંધોની વ્યાપક સમીક્ષા કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર આજે તેમના યુએસ સમકક્ષો, સંરક્ષણ સચિવો લોયડ ઓસ્ટિન અને એન્ટની બ્લિન્કનની યજમાની કરશે.
A warm welcome to US Secretary of State @SecBlinken as he arrives in New Delhi to co-chair the 5th 🇮🇳-🇺🇸 2+2 Ministerial Dialogue.
The visit will give further boost to 🇮🇳-🇺🇸 Comprehensive Global Strategic Partnership! pic.twitter.com/8zY3qCIeF6
— Arindam Bagchi (@MEAIndia) November 9, 2023
વિદેશ વિભાગના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરી આ જાણકારી આપતા કહ્યું છે કે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની જે. બ્લિંકન નવી દિલ્હી પહોંચ્યી ગયા છે. આ મુલાકાત ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ પ્રોત્સાહન આપશે.
અગાઉ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે 2+2 મંત્રી સ્તરની મંત્રણા દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષા સહયોગ અને ભાગીદારી પર ચર્ચા કરવામાં આવશે. બંને પક્ષો દ્વિપક્ષીય મુદ્દાઓ તેમજ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, રશિયા અને યુક્રેન પર ચર્ચા કરશે.
સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે ભારત એક એવો દેશ છે જેની સાથે અમારી ઊંડી ભાગીદારી છે. બ્લિંકન સંરક્ષણ સચિવ ઓસ્ટિન સાથે 2+2 સુરક્ષા વાટાઘાટોમાં ભાગ લેશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બંને પક્ષો તરફથી સુરક્ષા સહયોગ અને ભાગીદારી વધુ ગાઢ બનશે.
યુએસના ભૂતપૂર્વ નાયબ સહાયક સંરક્ષણ સચિવ જોસેફ એચ. ફેલ્ટરે કહ્યું કે અમેરિકા-ભારતના સંબંધથી વધુ મહત્વનો કોઈ સંબંધ નથી. તાજેતરના સમયમાં સંરક્ષણ સંબંધો ખૂબ મજબૂત થયા છે. તેમણે કહ્યું કે 2016 પછી ભારતને મુખ્ય સંરક્ષણ ભાગીદાર જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આને આગળ લઈ જવા માટે બંને પક્ષોએ જે મહત્વ આપ્યું છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.
આ પણ વાંચો: દિલ્હી-NCRમાં કરાશે કુત્રિમ વરસાદ ! જાણો- તે કેવી રીતે થાય છે અને કેટલો અસરકારક?