ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકાના લેવિસ્ટનમાં અંધાધૂંધ ગોળીબાર : 16ના મૃત્યુ, 50થી વધુ ઘાયલ

  • અમેરિકામાં ફરીથી સામૂહિક ગોળીબારની ઘટના બની
  • લેવિસ્ટનમાં થયેલા ફાયરિંગમાં 16થી વધુના મૃત્યુ તો 50થી વધુ ઘાયલ

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ત્યારે ફરીવાર અમેરિકાના મેન રાજયના લેવિસ્ટનમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની છે. જેમાં એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા છે જ્યારે 50થી વધુ લોકો ઘાયલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક સક્રિય શૂટરે બુધવારે રાત્રે ફાયરિંગની આ ઘટનાને અંજામ આપ્યો હતો.

 

એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસ (પોલીસ)એ તેમના ફેસબુક પેજ પર શંકાસ્પદ વ્યક્તિના બે ફોટા પ્રકાશિત કર્યા છે, જેમાં એક બંદૂકધારી તેના ખભા પર હથિયાર લટકાવીને સંસ્થામાં પ્રવેશતો દર્શાવે છે અને હાલમાં તે ફરાર છે. પોલીસે હુમલાખોરનો ફોટો જાહેર કરીને લોકોની મદદ માંગી છે. ફોટામાં, લાંબી બાંયનો શર્ટ અને જીન્સ પહેરેલો એક દાઢીવાળો માણસ ગોળીબાર કરતી રાઈફલ પકડીને ગોળીબાર કરી રહ્યો છે. લેવિસ્ટનમાં સેન્ટ્રલ મેઈન મેડિકલ સેન્ટરે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “સામૂહિક જાનહાનિ થઈ છે. ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લેવિસ્ટન એન્ડ્રોસ્કોગિન કાઉન્ટીનો એક ભાગ છે અને મેઈનના સૌથી મોટા શહેર પોર્ટલેન્ડની ઉત્તરે લગભગ 35 માઈલ (56 કિમી) દૂર સ્થિત છે.”

લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ

 

એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને તમામ વ્યવસાયોને તેમની સંસ્થાઓ બંધ કરવા કહી રહ્યા છીએ.” મેઈન ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના પ્રવક્તાએ લોકોને તેમના ઘરના દરવાજા બંધ રાખીને ઘરમાં રહેવા વિનંતી કરી છે.

લેવિસ્ટનમાં ત્રણ જગ્યાએ ફાયરિંગ થયું હતું.

ધ સન જર્નલે લેવિસ્ટન પોલીસ પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે, “સ્પેરટાઇમ રિક્રિએશન, સ્કેમેન્ઝી બાર એન્ડ ગ્રીલ રેસ્ટોરન્ટ અને વોલમાર્ટ વિતરણ કેન્દ્ર સહિત ત્રણ અલગ-અલગ સંસ્થાઓ પર ગોળી ચલાવવામાં આવી હતી.” વોશિંગ્ટનમાં એક અમેરિકન અધિકારીએ કહ્યું કે, “રાષ્ટ્રપતિ જો બિડેનને ફાયરિંગની આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે અને તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.”

આ પણ જાણો :અમેરિકા, બ્રિટન, જર્મની બાદ ફ્રાન્સે પણ ઇઝરાયેલને ટેકો જાહેર કર્યો

Back to top button