ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારના લખીસરાયમાં અંધાધૂંધ ગોળીબાર, એક જ પરિવારના 6 લોકોને વાગી ગોળી

  • છઠ્ઠ પૂજા કરીને પરત ફરી રહેલા સમગ્ર પરિવાર પર યુવક દ્વારા ગોળીબાર
  • બે સગા ભાઈઓના મૃત્યુ થયાં તો ચાર ઘાયલોને પટના રિફર કરાયા

બિહાર :  બિહારના લખીસરાય જિલ્લાના કબૈયા પોલીસ સ્ટેશન હેઠળ પંજાબી વિસ્તારમાં ફાયરિંગનો મામલો બન્યો છે અહીં એક યુવકે ઘાટ પર છઠ્ઠ પૂજા કરીને ઘરે પરત ફરી રહેલા સમગ્ર પરિવાર પર ગોળીબાર કર્યો હતો. યુવકે એક પછી એક અનેક વખત ફાયરિંગ કર્યું હતું. ગોળીઓનો અવાજ સાંભળીને સ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. અંગત અદાવતના કારણે બે લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સવારે છઠ્ઠ અર્ઘ્ય અર્પણ કરીને પરત ફરી રહેલા પરિવાર પર યુવકે ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં બે સગા ભાઈઓના મૃત્યુ થયા હતા, જ્યારે ચાર ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક પટના રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. છઠ્ઠના દિવસે ફાયરિંગની આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

અંગત અદાવતના કારણે થયું ફાયરિંગ

આ સમગ્ર મામલો બિહારના લખીસરાય જિલ્લાનો છે. કબૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના પંજાબી વિસ્તારમાં પરસ્પર અંગત અદાવત(પ્રેમ પ્રકરણ)ના કારણે આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મળેલી માહિતી મુજબ, છઠ્ઠ પૂજાના કારણે આખો પરિવાર વહેલી સવારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. બધા જ થોડે દૂર ગયા હતા. આ દરમિયાન રસ્તામાં એક યુવકે આખા પરિવાર પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પરિવારના સભ્યો કંઈ સમજે તે પહેલા આરોપીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં કુલ છ લોકોને ગોળી વાગી છે.

 

ઇજાગ્રસ્તોને પટના રીફર કરવામાં આવ્યા હતા

ગોળી વાગવાથી બે ભાઈઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. બાકીના ચાર લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોને તાત્કાલિક પટના રિફર કરવામાં આવ્યા છે. મળેલી માહિતી મુજબ, ઘાયલોમાં મૃતકની બે પત્નીઓ છે, જ્યારે એક તેમની બહેન અને એક તેમના પિતા છે. દરેકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હવે ગોળીબારની આ ઘટના પોલીસની કાર્યવાહી પર સવાલો ઉભા કરી રહી છે. આ ઘટના છઠ્ઠ પૂજાથી પરત ફરતી વખતે બની હતી. છઠ્ઠ દરમિયાન પોલીસને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં એક જ પરિવારના છ લોકો પર ગોળીબારના આ મામલા બાદ પોલીસ અને પ્રશાસન પણ શરમમાં મુકાઈ રહ્યું છે.

આ પણ વાંચો :બિહારમાં ઝેરી દારૂ પીવાથી 6નાં મૃત્યુ, પરિવારે ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કર્યા

Back to top button