ટોપ ન્યૂઝનેશનલ

ઈન્દિરા ગાંધીએ BBCની ઓફિસને તાળું મારી દીધું હતું, આજે કોંગ્રેસ ‘અઘોષિત ઈમરજન્સી’ની બુમો પાડે છે!

10 જૂન, 1970 બીબીસીએ ભારતની ખરાબ છબી દર્શાવતી એક ફિલ્મનું પ્રસારણ કર્યું હતું. 23 જૂન, 1970ના રોજ, બીબીસીએ બીજી ભારત વિરોધી ફિલ્મનું પ્રસારણ કર્યું. 1 જુલાઈ, 1970 બ્રિટનમાં ભારતીય દૂતાવાસે બીબીસી અને બ્રિટિશ વિદેશ કાર્યાલયને આવી ફિલ્મો ન બતાવવા માટે પત્ર લખ્યો હતો. તારીખ 29 જુલાઈ 1970 માં તત્કાલિન કોંગ્રેસ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના આદેશ પર બીબીસીને ભારતની બહાર ફેંકી દેવામાં આવ્યું હતું. હવે  વાત કરીએ જાન્યુઆરી 2023ની, BBC ફરીથી ભારત વિરોધી ડોક્યુમેન્ટ્રીનું પ્રસારણ કરે છે. ભારત સરકારે માત્ર ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો હતો, બીબીસી પર નહીં.

આ પણ વાંચો : એરશોમાં પ્રદર્શિત HLFT-42 એરક્રાફ્ટના પાછળના ભાગમાંથી ‘ભગવાન હનુમાન’ની તસવીર હટાવી
bbc - Humdekhengenewsબીબીસીએ બે ભાગની ભારત વિરોધી ડોક્યુમેન્ટ્રી બનાવી છે,  જેનું નામ છે – ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’. આ ડોક્યુમેન્ટ્રીના બંને ભાગોમાં, BBC માત્ર એક જ એજન્ડા સાથે ચાલી હતી, મોદીને મુસ્લિમોના દુશ્મન સાબિત કરવા અને મોદીને મુસ્લિમ વિરોધી સાબિત કરવા. આ ડોક્યુમેન્ટ્રી સાબિત કરવા માંગે છે કે મોદીના શાસનમાં મુસ્લિમો પર ખૂબ અત્યાચાર થાય છે. સરકારે ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો હતો. ડોક્યુમેન્ટ્રીની લિંક ધરાવતી ટ્વીટ્સ દૂર કરવામાં આવી હતી, ડોક્યુમેન્ટ્રીને YouTube પરથી દૂર કરવામાં આવી હતી. પરંતુ ત્યારે જ વિરોધ પક્ષોની એન્ટ્રી થાય છે અને આ બાબતે વિરોધ થવા લાગે છે.bbc - Humdekhengenewsજયરામ રમેશ બીબીસી ડોક્યુમેન્ટ્રી પરના પ્રતિબંધને અઘોષિત કટોકટી ગણાવી રહ્યા છે પરંતુ જયરામ રમેશ એ ભૂલી ગયા છે કે તેમના જ પક્ષના વડા પ્રધાન એટલે કે ઈન્દિરા ગાંધી એ 1970માં બીબીસીની દિલ્હી ઓફિસને તાળું મારી દીધું હતું. શું તમે જાણો છો શા માટે? કારણ કે બીબીસી તે સમયે પણ એ જ કરતી હતી જે આજે કરી રહી છે ભારત વિરોધી ડોક્યુમેન્ટ્રી કે ફિલ્મો બનાવી અને રિલીઝ કરી રહી છે. જે વ્યક્તિને ભારતની ન્યાયિક વ્યવસ્થાએ ક્લીનચીટ આપી હતી તમે તેને ગુનેગાર સાબિત કરવા જઈ રહ્યા છો.

આ પણ વાંચો : BBC ની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
bbc - Humdekhengenews14 ઓગસ્ટ, 1975ના રોજ કોંગ્રેસના સાંસદોએ સાથે મળીને એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે BBC ભારતને બદનામ કરવાની અને તેની છબીને ખોટી રીતે રજૂ કરવાની એક પણ તક છોડતી નથી. બીબીસી ભારત વિરોધી અહેવાલો કરે છે તેથી સરકારે ક્યારેય પણ બીબીસીને ભારતની ધરતી પર પગ મૂકવાની મંજૂરી આપવી જોઈએ નહીં.” આ નિવેદન કોંગ્રેસના સાંસદોનું હતું. આજે જ્યારે ભારત સરકારે એ જ બીબીસીની એક ભારત વિરોધી ડોક્યુમેન્ટ્રી પર કાર્યવાહી કરી તો કોંગ્રેસ પાર્ટીને આ અઘોષિત કટોકટી કેમ લાગી રહી છે?

આ પણ વાંચો : નરેન્દ્ર મોદી સામે લડવા કોંગ્રસના મરણિયા પ્રયાસ, પણ સફળતા ક્યા ?
bbc - Humdekhengenewsરાજકીય પક્ષો બધા કાચના મકાનમાં જ રહે છે એટલે કોંગ્રેસે પત્થર મારતા પહેલા વિચારવું જોઈતું હતું. જ્યાં સુધી ઈમરજન્સીની વાત છે તો આખું ભારત જાણે છે કે જેના વડાપ્રધાને મીડિયા હાઉસની વીજળી કાપી નાખી હતી જેથી અખબારો પ્રકાશિત ન થઈ શકે આખું ભારત જાણે છે કે કયા વડાપ્રધાને લોકોને જેલમાં ધકેલી દીધા હતા? ક્યા વડાપ્રધાને ભારતની લોકશાહીને મારી નાખી હતી, કયા વડાપ્રધાને દેશના દિગ્ગજ નેતાઓને અડધી રાત્રે જેલમાં ધકેલી દીધા હતા, આખું ભારત બધુ જાણે જ છે આ બધુ જાણવા છતાં કોંગ્રેસના મોંમાંથી અઘોષિત કટોકટીની આ બૂમો ખૂબ જ હાસ્યાસ્પદ લાગી રહી છે એટલે જ ક્યાંક કોંગ્રેસ અને સત્તા વચ્ચેનું અંતર ઘણું દૂર થતું ગયું છે.

Back to top button