IndiGoની બમ્પર ઓફર, ટ્રેનના ભાડે ફ્લાઇટની મુસાફરી, આ છે બુકીંગની છેલ્લી તારીખ
મુંબઈ, 23 ડિસેમ્બર : IndiGo ભારતની મોટી એરલાઈન્સમાંથી એક છે. તે તેના મુસાફરો માટે શાનદાર ઑફર્સ શરૂ કરવામાં ક્યારેય નિષ્ફળ જતી નથી. આવી સ્થિતિમાં IndiGoએ ફરી એકવાર સ્પેશિયલ ‘ગેટવે સેલ’ની જાહેરાત કરી છે. જેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ પર મુસાફરોને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલ 25 ડિસેમ્બર 2024 સુધી ચાલશે.
આ છેલ્લી તારીખ છે
આમાં મુસાફરો 23 જાન્યુઆરીથી 30 એપ્રિલ 2025 સુધીની મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકે છે. ડોમેસ્ટિક ટ્રાવેલનું ભાડું 1,199 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું ભાડું 4,499 રૂપિયાથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં, તમારા માટે આ એક મોટી તક છે. આ ઉપરાંત, IndiGo કેટલાક 6E એડ-ઓન પર 15% સુધીની બચત પણ ઓફર કરી રહી છે.
આ પણ લાભ લો
આમાં પ્રીપેડ એક્સેસ બેગેજ વિકલ્પો (15kg, 20kg, અને 30kg), માનક સીટની પસંદગી અને ઈમરજન્સી XL સીટોનો સમાવેશ થાય છે. આ એડ-ઓન્સની કિંમત ડોમેસ્ટિક ફ્લાઇટ માટે રૂ. 599 અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે રૂ. 699 થી શરૂ થાય છે. IndiGo એ તમારા બુકિંગ પર વધુ બચત માટે ફેડરલ બેંક સાથે સહયોગ કર્યો છે.
ક્રેડિટ કાર્ડ પર વધારાનો લાભ
જો તમે ફેડરલ બેંક ક્રેડિટ કાર્ડથી બુક કરો છો, તો તમને ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર 15% અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર 10% ડિસ્કાઉન્ટ મળશે. આ ઑફર 31 ડિસેમ્બર, 2024 સુધી માન્ય છે. જો તમે પણ રજાનું આયોજન કરી રહ્યા છો તો આ યોગ્ય સમય છે. ટિકિટ બુકિંગ માટે તમે ઈન્ડિગોની વેબસાઈટ પર જઈ શકો છો.
આ પણ વાંચો :- રાજ્યના 20 જેટલા ધારાસભ્યો સહિત અનેક VIPની સુરક્ષા પરત ખેંચાઈ, જૂઓ યાદી