એરલાઈન કંપની ઈન્ડિગોનું એક વિમાન અચાનક રનવે પર સ્લીપ થઈ ગયું હતું. જે બાદ પાઇલટે તેને રોક્યું અને યાત્રિકોને સુરક્ષિત નીચે ઉતાર્યા હતા. આ ફ્લાઈટ આસામના જારહોટથી કોલકાતા જઈ રહી હતી. પરંતુ ટેકઓફ પહેલાં જ વિમાન રનવે પર સ્લીપ થઈ ગયું હતું. આ ઘટનામાં કોઈ યાત્રિકને ઈજા નથી થઈ અને તમામને સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યા હતા. યાત્રિકોને બાદમાં બીજી ફ્લાઈટમાં મોકલવામાં આવ્યા હતા.
ઈન્ડિગોએ નિવેદન આપ્યું
ઈન્ડિગો દ્વારા આ ઘટનાને લઈને એક નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિગોની ફ્લાઈટ 6E-757 જોરહટથી કોલકાતા જઈ રહ્યું હતું, પરંતુ તેને ફરી એરપોર્ટ પરત આવવું પડ્યું. જ્યારે વિમાન ધીમે ધીમે આગળ વધી રહ્યું તો પાઈલટને જણાવવામાં આવ્યું કે વિમાનનું એક પૈડું ઘાસમાં જ રહી ગયું છે જે બાદ નિયમ મુજબ પાઈલટે વિમાનને અટકાવી દીધું અને જરૂરી તપાસ કરાવવાનું કહ્યું, વિમાનને ફરીથી જોરહાટ એરપોર્ટ લાવવામાં આવ્યું અને તપાસ કરવામાં આવી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને કેન્સલ કરી દેવાઈ છે. કંપની દ્વારા પ્રાથમિક તપાસમાં વિમાનમાં કોઈ જ ફોલ્ટ દેખાયો ન હતો.
ટેકનિકલ ખરાબીને કારણે ઈમરજન્સી લેન્ડિંગ
આ પહેલાં ઈન્ડિગોના વિમાનમાં ટેક્નિકલ ખરાબીના અનેક સમાચાર સામે આવ્યા છે. આ મહિને શારજાહથી હૈદરાબાદ માટે ઉડાન ભરનારી ફ્લાઈટમાં ટેકનિકલ ખરાબી જોવા મળી હતી. જે બ દ પાઈલટે વિમાનને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરાવ્યું હતું. આ ઈમરજન્સી લેન્ડિંગ પછી યાત્રિકોને કરાચીમાં ઉતારવામાં આવ્યા, જો કે કંપનીએ બીજી ફ્લાઈટ ત્યાં મોકલી અને યાત્રિકોને હૈદરાબાદ પહોંચાડ્યા હતા. આ ઉપરાંત ઈન્ડિગોના એક વિમાનમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો, આ ઘટના ત્યારે ઘટી જ્યારે વિમાન હજારો ફુટની ઉંચાઈએ ઉડાન ભરી રહ્યું હતું. આ ઘટનાની DGCA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.