ટ્રેન્ડિંગયુટિલીટીવિશેષવીડિયો સ્ટોરી

તોફાની પવનને કારણે ડગમગી ઈન્ડિગો ફ્લાઈટ, જુઓ વીડિયો

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી : નવી દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભારે પવન અને હિમવર્ષા ચાલુ છે. આ દરમિયાન, 19 ફેબ્રુઆરીએ દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે ડગમગવા લાગી હતી. જેના કારણે લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, ફ્લાઇટમાં હાજર તમામ મુસાફરો પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. આ સમયનો એક વીડિયો સામે આવ્યો છે. જો કે, થોડા સમય પછી ફ્લાઈટ સ્થિરતા સાથે આગળ વધવા લાગી હતી,આ દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરો સુરક્ષિત અને સલામત છે.

ઈન્ડિગોનો યાત્રીઓ માટેનો મેસેજ

આ સંદર્ભમાં, ઇન્ડિગો ફ્લાઇટ વતી એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E6125 ને માર્ગમાં ભારે અશાંત હવામાનનો સામનો કરવો પડ્યો હતો. ક્રૂએ તમામ ઓપરેશનલ પ્રોટોકોલનું પાલન કર્યું અને ફ્લાઇટ શ્રીનગરમાં સુરક્ષિત રીતે લેન્ડ થઈ. ખરાબ હવામાનને કારણે મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

ફ્લાઈટ અચાનક ડગમગવા લાગી

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

19 ફેબ્રુઆરી, 2024 ના રોજ સાંજે 5.25 કલાકે નવી દિલ્હીથી શ્રીનગર જતી ફ્લાઇટ દરમિયાન અચાનક હવામાન બગડતા અને ભારે પવન ફૂંકાવાને કારણે ફ્લાઈટ આગળ વધી શકી ન હતી. જોરદાર પવનને કારણે વિમાન આકાશમાં લહેરાવા લાગ્યું હતું, જેથી મુસાફરો ખૂબ ડરી ગયા હતા. તેથી મુસાફરો પોતાના જીવન માટે પ્રાર્થના કરતાં જોવા મળ્યા હતા.

વીડિયોમાં લોકોનો ડર

ફ્લાઈટમાં સવાર એક મુસાફરે ફ્લાઈટની અંદરની એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં તમામ મુસાફરો ડરેલા જોવા મળે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ વિડિયો શેર કરવામાં આવ્યો છે અને તેને કેપ્સન આપતા લખ્યું છે કે, દિલ્હીથી શ્રીનગર જતી ફ્લાઈટના ડરામણા દ્રશ્યો!! તેઓએ લગભગ માંની જ લીધું કે તેમનો સમય પૂરો થઈ ગયો છે, બધુ ભૂલીને તેઓ ફક્ત ભગવાનને યાદ કરી રહ્યા છે. કલ્પના કરો એ પરિસ્થિતિની જેમાં મુસાફરોને લાગ્યું કે તેઓ ક્રેશ થવાના છે અને મૃત્યુ પામવાના છે 💔.

સતત વરસાદ અને હિમવર્ષા

રવિવારથી જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. ઘણા ભાગોમાં ભૂસ્ખલનના અહેવાલો પણ છે. સાથે જ ભારે પવનના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : મંદિરમાં પૂજા કરવા ગયું હતું પ્રેમી યુગલ, ગામલોકોએ પકડીને કરાવી દીધા લગ્ન

Back to top button