ઈન્ડિગોની ફ્લાઈટને બોંબની ધમકી મળતા અફરાતફરી: ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું
- નવી દિલ્હી સ્થિત ખાનગી એરલાઇનના કોલ સેન્ટર પર બોંબની ધમકીનો મેસેજ મળ્યો
મુંબઈ, 19 જૂન: ઈન્ડિગો(Indigo)ની ચેન્નાઈથી મુંબઈ જતી ફ્લાઈટને મંગળવારે બોંબની ધમકીનો મેસેજ મળ્યો હતો. આ મેસેજ બાદ પ્લેનને સુરક્ષિત રીતે ઇમરજન્સીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. નવી દિલ્હી સ્થિત ખાનગી એરલાઇનના કોલ સેન્ટર પર બોંબની ધમકીનો મેસેજ મળ્યો હોવાના અહેવાલ છે. ટેલિગ્રાફના સમાચાર અનુસાર, એરપોર્ટ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, ફ્લાઇટ રાત્રે 10.30 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. ઈન્ડિગો ફ્લાઈટ 6E 5149, ચેન્નાઈથી મુંબઈ જઈ રહી હતી, જેને બોંબની ધમકી મળી હતી, તેમ એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું.
IndiGo flight from Chennai to Mumbai receives bomb threat; lands safely
Read @ANI Story | https://t.co/YbS8zYnRGo#IndiGo #BombThreat #Mumbai #Chennai pic.twitter.com/tV7MXrN48o
— ANI Digital (@ani_digital) June 19, 2024
કયા ઈમેલ આઈડી પરથી મેસેજ આવ્યો હતો?
રિપોર્ટ અનુસાર, જ્યારે પ્લેન મુંબઈમાં લેન્ડ થયું ત્યારે ક્રૂએ પ્રોટોકોલનું પાલન કર્યું અને પ્લેનને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું. એરલાઈને કહ્યું કે, તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા. મેસેજ મળ્યા પછી, સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને એજન્સીઓએ 12.40 વાગ્યાની આસપાસ એરપોર્ટ ટર્મિનલની તપાસ કરી હતી અને [email protected] ID પરથી એક ઈમેલ મળ્યો હતો.
અહેવાલ અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે એક અજાણ્યા વ્યક્તિએ હેડક્વાર્ટરને ઉડાવી દેવાની ધમકી આપી છે. ધમકીભર્યા ઈમેલ બાદ પોલીસે ઈમારતની તપાસ કરી અને કહ્યું કે, તેમને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. અધિકારીઓએ જણાવ્યું કે, ધમકી બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
તપાસમાં ખબર પડી કે મેસેજ ફેક!
રિપોર્ટ અનુસાર એરલાઈને કહ્યું કે, અમે સુરક્ષા એજન્સીઓ સાથે કામ કરી રહ્યા છીએ અને તમામ સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ વિમાનને ડોબોરા ટર્મિનલ વિસ્તારમાં લેન્ડ કરવામાં આવશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ વારાણસી, ચેન્નાઈ, પટના અને જયપુર સહિત અનેક એરપોર્ટ પર બોંબની ધમકીના ઈમેલ મળ્યા હતા, જેના પગલે અધિકારીઓએ તાત્કાલિક પગલાં લીધા હતા અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આ તમામ ઈમેલ નકલી હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વારાણસી, ચેન્નાઈ, પટના, નાગપુર, જયપુર, વડોદરા, કોઈમ્બતુર અને જબલપુરના એરપોર્ટને પણ નકલી ધમકીના ઈમેલ મળ્યા હતા.
આ પણ જુઓ: જેલમાં રહી લોકસભા ચૂંટણીમાં જીત મેળવનાર એન્જિ.રાશિદની જામીન અરજી ઉપર 22મીએ સુનાવણી