ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઈન્ડિગો એરલાઈન્સને દંડઃ એવું તો શું થયું કે થયો 5 લાખનો દંડ?

Text To Speech

પ્રાઈવેટ એરલાઈન કંપની ઈન્ડિગોને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દિવ્યાંગ બાળકને ફ્લાઈટમાં બેસવા દેવાનો ઈન્કાર કરી દેવાતા એરલાઈન્સ કંપનીને દંડ ફટકારવામાં આવ્યો છે. દિવ્યાંગ બાળકને ફ્લાઈટમાં બેસવા દેવાની એરલાઈન્સ કંપનીએ ના પાડતા તેના માતા-પિતાએ પણ ફ્લાઈટમાં બેસવાની ના પાડી દીધી હતી.

કેમ બાળકને ફ્લાઈટમાં ન બેસવા દેવાયો ?
આ ઘટના 7 મેના રોજ હૈદરાબાદ જતી ફ્લાઈટ દરમિયાન રાંચી એરપોર્ટ પર બની હતી. આ મામલે સ્પષ્ટતા આપતા ઈન્ડિગો એરલાઈન્સે કહ્યું છે કે, બાળક નર્વસ હતો જેના કારણે તેને ફ્લાઈટમાં બેસવાની ના પાડી દેવામાં આવી હતી. તો, બીજી તરફ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયનું કહેવું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે ઇન્ડિગોનો ગ્રાઉન્ડ સ્ટાફ દિવ્યાંગ બાળકને સંભાળી શક્યો નહીં અને ઉલટાનું બાળકને ફ્લાઈટમાં બેસવાથી અટકાવી પરિસ્થિતિને વધુ સંવેદનશીલ અને જટિલ બનાવી દીધી હતી.

ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના
મામલાની ગંભીરતાને સમજીને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતે સંજ્ઞાન લીધું હતું. આ મામલો મીડિયામાં આવ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મામલાની નોંધ લેવી પડી. તેમણે આ સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા હતા અને ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસમાં ઈન્ડિગોના કર્મચારીઓ નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું જણાયું હતું અને બાદમાં કંપનીને કારણદર્શક નોટિસ પણ જારી કરવામાં આવી હતી.

Back to top button