- શહેરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટેલો છે
- ઈમ્પેક્ટ ફીના નવા રાઉન્ડમાં અરજીઓ 35,239 આવી
- નવા રાઉન્ડમાં અરજીઓના નિકાલ માત્ર 341નો થયો
શહેરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટેલો છે ત્યારે તેને નિયમિત કરવા માટે સરકાર દ્વારા હાલમાં લવાયેલા ઈમ્પેક્ટ ફીના નવા રાઉન્ડમાં અરજીઓનો મોટો ભરાવો થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓના પરિવારને આર્થિક સહાય મળશે
અરજી નિકાલ માટે તંત્ર ગોકળ ગાયની ગતિએ
જેની સામે તેના નિકાલ માટે તંત્ર ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 35,239 અરજીઓ આવેલી છે. જેની સામે માત્ર 341 અરજીઓનો જ નિકાલ થઈ શક્યો છે. મ્યુનિ. સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં પણ જે ગેરકાયદે બાંધકામો નિયમિત કર્યા વગરના રહી ગયા હોય તેમના માટે સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફીનો કાયદો લવાયો છે. જે અંતર્ગત્ અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાજ્યમાં 8.64 લાખથી વધુ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 4,148 અરજીઓ આવી
અત્યાર સુધીમાં મ્યુનિ.ના સાતેય ઝોનની મળીને કુલ 35,239 અરજીઓ આવી છે. પરંતુ તેમાંથી મહામહેનતે માત્ર 341 અરજીઓનો નિકાલ થઈ શક્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 4,148, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 5,336, પશ્ચિમ ઝોનમાં 6,076, મધ્ય ઝોનમાં 2,580, ઉત્તર ઝોનમાં 3,575, પૂર્વ ઝોનમાં 5,530, દક્ષિણ ઝોનમાં 7,994 અરજીઓ આવી છે.