ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

એશિયન ગેમ્સ: ભારતનું શાનદાર પ્રદર્શન, શૂટિંગમાં પુરુષોની ટીમે ગોલ્ડ અને મહિલા ટીમે સિલ્વર જીત્યો

Text To Speech

એશિયન ગેમ્સમાં ભારત દરરોજ ડંકો વગાડી રહ્યું છે. છઠ્ઠા દિવસે શૂટિંગમાં ભારતને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યો છે. 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભારતીય મહિલા ટીમે સિલ્વર જીત્યો, જે છઠ્ઠા દિવસે ભારતનો પહેલો મેડલ હતો. આ પછી, પુરુષોની ટીમે 50 મીટર 3Pમાં ગોલ્ડ જીત્યો. શૂટિંગમાં ભારત તરફથી શાનદાર પ્રદર્શન ચાલુ છે.

સ્વપ્નિલ કુસલે, ઐશ્વરી તોમર, અખિલ શિયોરાનની પુરુષ ટીમે 50 મીટર રાઇફલ 3P ઇવેન્ટમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. ઈશા, દિવ્યા અને પલકની મહિલા ટીમની ત્રિપુટીએ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતે અત્યાર સુધીમાં શૂટિંગમાં કુલ 15 મેડલ જીત્યા છે. ગોલ્ડ જીતવાની સાથે મેન્સ ટીમે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ભારતીય ટીમે 1769 સ્કોર બનાવ્યો હતો. જ્યારે ચીને 1763નો સ્કોર કરીને સિલ્વર જીત્યો હતો. આ સિવાય દક્ષિણ કોરિયાએ 1748ના સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ જીત્યો હતો.

મહિલા ટીમની વાત કરીએ તો ઈશા, દિવ્યા અને પલકની ત્રિપુટીએ બીજું સ્થાન મેળવીને સિલ્વર મેડલ જીત્યો હતો. નંબર વન રહીને યજમાન ચીને ગોલ્ડ જીત્યો હતો. મહિલા ભારતીય ટીમે પહેલા રાઉન્ડમાં 287, બીજામાં 291, ત્રીજામાં 286, ચોથામાં 293, પાંચમામાં 286 અને છઠ્ઠા રાઉન્ડમાં 288 રન બનાવ્યા હતા.

ભારતે 7મો ગોલ્ડ જીત્યો

ભારતે અત્યાર સુધીમાં તેનો 7મો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ગોલ્ડ સાથે ભારત મેડલ ટેલીમાં પાંચમાથી ચોથા સ્થાને પહોંચી ગયું છે. ગઈકાલે, ભારત 6 ગોલ્ડ સાથે મેડલ ટેલીમાં પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે હતું. પરંતુ હવે ભારતીય ટીમે ઉઝબેકિસ્તાનને હરાવી વધુ એક ગોલ્ડ જીત્યો છે. ઉઝબેકિસ્તાને અત્યાર સુધીમાં 6 ગોલ્ડ મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સમાં ભારતનું સતત શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

Back to top button