ભારતની વોડાફોન મસ્કની સ્ટારલિંક સાથે ભાગીદારી કરવા ઉત્સુક


મુંબઇ, 20 માર્ચઃ વોડાફોન આઇડીયાએ પોતાની હરીફ કંપનીઓ પાછલા સપ્તાહે જ ઇલોન મસ્કની કંપની સાથે કરાર કર્યા બાદ હવે તેણે પણ સ્ટારલિંક સહિતના વિવિધ સેટેલાઇટ ટેલિકોમ પ્રદાતાઓ સાથે વાટાઘાટનો પ્રાંરંભ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. મોબાઇલ ઓપરેટરે તેના શેરમાં થયેલા હિલચાલ બાદ સેબીએ તે બાબતેનો જવાબ માંગતા ઉપરોક્ત સ્પષ્ટતા કરી હતી. નોંધનીય છે કે વોડાફોનનો શેર બુધવારે 5 ટકા વધ્યો હતો.
પ્રાપ્ત અહેવાલો અનુસાર વોડાફોન આઇડીયાના ચિફ ટેકનોલોજી ઓફિસર જગબીર સિંઘે જણાવ્યું હતુ કે સર નહી કરાયેલા વિસ્તારમાં ચાહે ફિક્સ કે મોબાઇલ હોય અમારી વ્યૂહરચના સેવા પૂરી પાડવાની છે ત્યારે સેટેલાઇટ તેમાં અત્યંત ફીટ બેસે છે. અમારી બીજી વ્યૂહચના ગ્રામિણ વિસ્તારોમાં અને સમાન પ્રકારના શહેરોમાં ફિક્સ્ડ વાયરલેસ બ્રોડબેન્ડ પૂરા પાડવાની પણ છે તે આવી સેવાઓ શરૂ કરવા માટે અત્યંક ખર્ચાળ સાબિત થાય છે.
નોંધનીય છે કે પાછલા સપ્તાહે મસ્કની સ્પેસએક્સએ ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો સાથે ભારતમાં સ્ટારલિંકની ઇન્ટરનેટ સેવાઓ લાવવા માટે કરાર કર્યા હતા. આ કરારના ભાગરૂપે ભારતીય ઓપરેટરો સ્ટારલિંકના ઇક્વીપમેન્ટનો પોતાના રિટેલ સ્ટોર્સમાં સ્ટોક કરવાનું શરૂ કરશે જે અમેરિકા સ્થિત સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપનીને સમગ્ર દેશમાં હજ્જારો આ ડાયરેક્ટ ડીસ્ટ્રીબ્યૂશન પોઇન્ટ વિસ્તારવાનો માર્ગ મોકળો કરશે. જોકે આ સોદામાં સ્ટારલિંકે દેશમાં પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે સરકારની પૂર્વ સંમતિ લેવી પડશે.
આ પણ વાંચોઃ વિશ્વમાં ચાલુ વર્ષે 23154 કર્મચારીઓની છટણી, 2022-24 દરમિયાન છ લાખ લોકોએ રોજગારી ગુમાવી