T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારતનો જીતનો જશ્ન : વિરાટને ખભા પર ઉઠાવીને રોહિતે કરી જીતની ઉજવણી

Text To Speech

ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું છે. ભારતની જીતમાં વિરાટ કોહલી હીરો બન્યો હતો અને તેણે અણનમ 82 રન ફટકારીને ભારતને શાનદાર જીત અપાવી હતી, રોહિત શર્મા જીત મળતાની સાથે જ ડગઆઉટમાંથી ભાગ્યો હતો અને જીતના હીરો વિરાટ કોહલીને પોતાના ખભા પર ઊંચકી લીધો હતો. કોહલી અને રોહિતની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

વિરાટે પાસો ફેરવી નાખ્યો

એક સમયે ભારતની 4 વિકેટ 31 રનમાં પડી ગઈ હતી, ત્યારબાદ હાર્દિક અને કોહલીએ મળીને પાંચમી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરીને મેચનો પાસો ફેરવી નાખ્યો હતો. કોહલી અને હાર્દિકે મળીને પાકિસ્તાનના જડબામાંથી મેચ છીનવી લીધી હતી. ભારતે છેલ્લી 3 ઓવરમાં 48 રન બનાવ્યા હતા અને જીત મેળવી હતી. ICC એ પણ ટ્વીટ કરીને  વિરાટની પ્રશંસા કરી હતી. ICC એ  ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘કીંગ ઈઝ બેક’.

પારંપરિક હરીફને હરાવ્યા બાદ જશ્નમાં રોહિત અને કોહલી, ઈરફાને પાકિસ્તાન પર કસ્યો તંજ

ભારતે પાકિસ્તાન સામે જીત મેળવ્યાં બાદ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. ભારતની જીત બાદ ઘણાં લોકોએ ટ્વીટ કરીને ભારતને શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં ઈરફાન પઠાને પણ પારંપરિક હરીફને હરાવ્યા બાદ પાકિસ્તાન પર તંજ કસ્યો હતો. ઈરફાને ટ્વીટ કરીને પૂછ્યું હતું કે “પાડોશીઓ કેવો રહ્યો તમારો રવિવાર” ?

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા વચ્ચે  113 રનની મહત્વની ભાગીદારી

હાર્દિક અને કોહલી વચ્ચેની 113 રનની ભાગીદારી પાકિસ્તાન સામે ભારત દ્વારા કોઈપણ વિકેટ માટે સૌથી વધુ ભાગીદારીનો રેકોર્ડ છે.  ભારતને 2 ઓવરમાં 31 રનની જરૂર હતી. 19મી ઓવરમાં ભારતે  15 રન હતો,  જ્યારે 20મી ઓવરમાં ભારતને જીતવા માટે 16 રન બનાવ્યા હતા. ભારતની આ ઐતિહાસિક જીતમાં કોહલીનું બેટ જોરદાર બોલ્યું. વિરાટે 53 બોલમાં 82 રન બનાવ્યા હતા જ્યારે અશ્વિને 1 બોલમાં 1 રન ફટકારીને ભારતને જીત અપાવી હતી.

મેચના સમીકરણો ક્ષણે ક્ષણે બદલાતા રહ્યાં

મેચના સમીકરણો ક્ષણે ક્ષણે બદલાતા રહ્યાં હતા,  દરેક બોલ પર દર્શકોનું ટેન્શન વધતું જતું હતું. છેવટે, વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતને પાકિસ્તાન સામે ચાર વિકેટથી રોમાંચક જીત અપાવીને દેશને દિવાળીની યાદગાર ભેટ આપી હતી. જીતવા માટેના 160 રનના ટાર્ગેટના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ કોહલીએ દિવાળીના એક દિવસ પહેલા જ 53 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 82 રન બનાવીને એકલા હાથે લડત આપી હતી. ભારતની જીત બાદ દેશનાં ખૂણે ખૂણે ઉજવણી શરૂ થઈ છે.

Back to top button