40,000 ફૂટની ઊંચાઈએ ભારતની જીતની ઉજવણી, જૂઓ વીડિયો
બાર્બાડોસ, 30 જૂન, 2024: શનિવારે બાર્બાડોસમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું ત્યારે માત્ર ભારતમાં જ નહીં જમીનથી 40,000 ફૂટની ઊંચાઈએ ફ્લાઈટમાં પણ ભારતીય નાગરિકોએ જીતની ઉજવણી કરી હતી.
ટી-20 વર્લ્ડકપમાં શનિવારે છેલ્લી ઓવરના રોમાંચક મુકાબલામાં ભારતનો સાત વિજય થયો હતો. તે સાથે અમદાવાદ સહિત દેશના લગભગ તમામ મોટાં શહેરોમાં મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરવા બહાર નીકળી ગયા હતા. અનેક લોકોએ ફટાકડા ફોડીને જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો. લોકો ભારતીય ત્રિરંગા સાથે વાહનોમાં નીકળી પડ્યા હતા. દુનિયાના અન્ય દેશોમાં વસતા ભારતીય નાગરિકોએ પણ આ ઉજવણી સેલિબ્રેટ કરી હતી.
ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી માત્ર ધરતી ઉપર જ નહીં, આકાશમાં પણ થઈ હતી. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા અમુક લોકો તેમના લેપટોપમાં લાઈવ મેચ જોઈ રહ્યા હતા અને છેલ્લા બોલે જે ક્ષણે ભારતનો વિજય થયો તે સાથે ભારતીય મુસાફરોએ તેને તાળીઓથી વધાવી લીધો હતો.
ફ્લાઈટમાં ઉજવણીનો આ વીડિયો વિનમર લોગાણીના X હેન્ડલ ઉપર શૅર થયો છે. જૂઓ અહીં વીડિયો
#TeamIndia‘s win of the #T20WorldCup2024 being celebrated 40,000 ft in the air on a @airvistara flight enroute #London !
My friend @i_hardeepsingh (in yellow watching the match on his laptop) just sent me this.
You have got to love In-flight WiFi !#AvGeek #PaxEx pic.twitter.com/ouJWLQX5iM— VT-VLO (@Vinamralongani) June 29, 2024