ટોપ ન્યૂઝમનોરંજન

Oscars 2023માં ભારતની ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ એ રચ્યો ઇતિહાસ , બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ જીત્યો

Text To Speech

આખરે એ દિવસ આવી ગયો છે જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 95માં એકેડમી એવોર્ડ એટલે ઓસ્કાર 2023ની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે ઓસ્કાર 2023 ભારતીયો માટે નવા સારા સમાચાર લઈને આવ્યું છે. ભારતની શોર્ટ ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ એ જીત્યો એવોર્ડ

આજે સવારથી જ સૌની નજર 95માં ઓસ્કાર એવોર્ડ સમારોહ પર છે. એક પછી એક વિજેતાઓના નામ બહાર આવી રહ્યા છે. ત્યારે શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ માટે ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’નું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે દરેક ભારતીયો આનંદથી ઉછળી પડ્યા હતા. શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની જાહેરાત સાથે ભારતને પહેલો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. આ ડોક્યુમેન્ટ્રીનું નિર્દેશન કાર્તિકી ગોન્સાલ્વિસ દ્વારા કરવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં શું છે ખાસ

‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ 8 ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ થઈ હતી. આ 39-મિનિટની ભારતીય અમેરિકન શૉટ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં એક કપલ અને તેમના હાથીના બાળક સાથેના બોન્ડિંગની વાર્તા છે. તેનું નિર્દેશન ગુનીત મોંગા અને અચિન જૈને કર્યું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ આ ડોક્યુ-ડ્રામા જોયો હતો અને તેના ખૂબ વખાણ કર્યા હતા.પ્રિયંકાએ કહ્યું હતું કે, ‘ભાવનાઓથી ભરેલી ફિલ્મ છે.

ઓસ્કાર 2023 માટે ફિલ્મનું નાટુ-નાટુ ગીત

ઓસ્કાર 2023 માટે ભારતની RRR ફિલ્મનું નાટુ-નાટુ ગીત પણ બેસ્ટ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું છે. આ ગીતને તેનો પ્રથમ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો છે. જેના કારણે દરેકને આશા છે કે આ ગીત પણ ઓસ્કાર એવોર્ડ જીતશે.

આ પણ વાંચો : ગુજરાત એટીએસને મોટી સફળતા : નારાયણ સાંઈ સામે દુષ્કર્મ કેસના ફરિયાદી પર હુમલો કરનારની ધરપકડ

Back to top button