ટોપ ન્યૂઝનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

સંરક્ષણ ક્ષેત્રના સાધનોના નિકાસમાં ભારતની હરણફાળ, પીએમ મોદીએ આપ્યા અભિનંદન

Text To Speech
  • નાણાકીય વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસ રૂ.15,920 કરોડ પહોંચી
  • રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને નિકાસ રેકોર્ડની ઉંચાઈ સુધી પહોંચવાની માહિતી આપી
  • ભારતીય ઉદ્યોગની 100 કંપનીઓની સંરક્ષણ ઉત્પાદનોની ડિઝાઇન અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા

સંરક્ષણ સાધનોના નિકાસના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી. દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને નિકાસ રેકોર્ડની ઉંચાઈ સુધી પહોંચવાની માહિતી આપી હતી. રક્ષા મંત્રીના આ ટ્વીટ પર પીએમ મોદીએ પોતાનો જવાબ આપ્યો હતો. જેના પગલે દેશભરમાંથી લોકો મોટાપાયે અભિનંદન વરસાવી રહ્યા છે.

Rajnath Singh
Rajnath Singh

શું કહ્યું સંરક્ષણ મંત્રાલયે ?

આ અંગે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, સંરક્ષણ ક્ષેત્રના સાધનોમાં ભારત વિશ્વના 85 દેશોને મુખ્યત્વે ડોર્નિયર-228 એરક્રાફ્ટ, 155 એમએમ એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન (એટીએજી), બ્રહ્મોસ મિસાઈલ, આકાશ મિસાઈલ સિસ્ટમ, રડાર, લેન્ડમાઈન પ્રોટેક્શન વ્હીકલ, આર્મર્ડ વાહનોની સપ્લાય કરે છે. પિનાકા રોકેટ અને લોન્ચર્સ, દારૂગોળો, થર્મલ ઇમેજર્સ, ફ્લાઇટ ટેક્નોલોજી અને નાના હથિયારોના વિવિધ ઘટકોની નિકાસ કરે છે. આ ઉપરાંત, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર અને શિપ કેરિયર્સ, MRO (મેન્ટેનન્સ, રિપેર અને ઓપરેશન્સ) સુવિધાઓની વૈશ્વિક માંગ વધી રહી છે. હાલમાં, ભારતીય ઉદ્યોગની 100 કંપનીઓ સંરક્ષણ ઉત્પાદનોની ડિઝાઇન અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

નાણાકીય વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસ રૂ.15,920 કરોડ પહોંચી હતી

પીએમ મોદીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના ટ્વિટનો જવાબ આપ્યો જેમાં તેમણે કહ્યું હતું કે શુક્રવારે સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસ રૂ.15,920 કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. રાજનાથ સિંહે પણ તેને દેશ માટે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાવી હતી. વધુમાં મોદીએ કહ્યું હતું કે આ એ પણ દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારાના સારા પરિણામો મળી રહ્યા છે. અમારી સરકાર ભારતને સંરક્ષણ ઉત્પાદન હબ બનાવવાના પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખશે.

Back to top button