ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારતની WTC FINALમાં સતત બીજી વાર શરમજનક હાર, ઓસ્ટ્રેલિયાએ 209 રનથી જીત મેળવી તમામ ICC ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની

Text To Speech

WTC FINAL 2023 : ઈંગ્લેન્ડના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં 7 જૂનથી 11 જૂન વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમાઈ રહી હતી. ત્યારે આજે ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારી છે.

209 રનથી શાનદાર જીત

ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી હરાવીને ભારત સામે શાનદાર જીત મેળવી છે.અને આ સાથે ઓસ્ટ્રેલિયાએ તમામ ICC ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની છે.

ઓસ્ટ્રેલિયાએ આપ્યો હતો 444 રનનો ટાર્ગેટ

ભારતીય ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલી બેટિંગ કરીને પહેલી ઈનિંગ 469 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ભારતીય ટીમ 296 રન પર સમેટાઈ ગઈ. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને 173 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 270 રન બનાવીને ભારતીય ટીમને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

 ICC ટાઈટલ જીતવાનું સપનું ફરી ચકનાચૂર

ભારતીય ટીમનું ICC ટાઈટલ જીતવાનું સપનું ફરી ચકનાચૂર થઈ ગયું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી હરાવ્યું હતું.

આ પણ વાંચો : WTC FINAL 2023 : લેફ્ટ હેન્ડ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ રચ્યો અનોખો વિક્રમ

Back to top button