ગુજરાતટોપ ન્યૂઝબજેટ-2023

ભારતના 2047 અમૃતકાળનો રોડમેપ નરેન્દ્રભાઈ મોદીના દિશા-દર્શનમાં કંડારતું કેન્દ્રીય બજેટ-2023 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Text To Speech

ગુજરાત : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાંમંત્રી નિર્મલા સિતારામને રજૂ કરેલા વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે.

મુખ્યમંત્રીએ આ બજેટને ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે.મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટમાં ખેડૂતો ખાસ કરીને નાના સિમાંત ખેડૂતો, કોઓપરેટીવ્ઝ તેમજ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી જાહેરાતો આવકારદાયક ગણાવી છે અને આભાર વ્યક્ત કર્યો છે.

GCCI : લાંબા ગાળાની વૃદ્ધિ પર સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરતું કેન્દ્રીય બજેટ 2023-24

bhupendra patel -humdekhengenews

બજેટમાં ગુજરાતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ગીફ્ટ સિટી- IFSCA માટે લાભદાયી જોગવાઇઓ માટે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી

તેમણે જણાવ્યું છે કે, દેશના લાખો લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૬૬ ટકાનો વધારો વડાપ્રધાનની સૌને આવાસની પ્રતિબદ્ધતાનું પૂરક બનશે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગિફ્ટ સિટીમાં IFSCA ખાતે વ્યાપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ તેમજ લેબગ્રોન ડાયમન્ડના ઉત્પાદનને વૃદ્ધિ આપવાનો આગવો પ્રયાસ ગુજરાતના વેપાર-ઉદ્યોગ-વાણિજ્ય માટે લાભદાયી નિવડશે.

કુત્રિમ હીરો- લેબગ્રોન ડાયમંડ કેમ બજેટમાં ખાસ કરવી પડી જાહેરાત ? સુરત સાથે છે ખાસ કનેક્શન

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, મધ્યમવર્ગીય પરિવારોને ઇન્ક્મટેક્ષમાં રાહત, આપવા સાથે આઝાદીના અમૃત કાળનું આ બજેટ સપ્તર્ષિ-સાત મુદાઓને આધારે વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં આત્મનિર્ભર-સશક્ત ભારતની નેમ સાકાર કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ: 2023-24ને આવકાર્યું: વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો, નાણાંમંત્રીશ્રીને પાઠવ્યા અભિનંદન

મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટનું જીવંત પ્રસારણ મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સલાહકાર ડૉ. અઢિયા તેમજ સલાહકાર રાઠૌર અને મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ સચિવો સાથે નિહાળ્યું હતું.

આ પણ વાંચો : પાનકાર્ડ : કેમ અચાનક મહત્વ આપવામાં આવ્યું ? શું છે તેની આત્મકથા !

Back to top button