ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને ટેન્ડર્સની નબળી માંગ, કેન્સલેશન્સની માઠી અસર

Text To Speech

નવી દિલ્હી, 7 માર્ચઃ ભારતનું રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર ટેન્ડર્સની નબળી માંગ, વીજ કરાર, વિલંબ,   પ્રોજેક્ટ કેન્સલેશન્સ સહિતના અનેક અંતરાયોનો સામનો કરી રહ્યુ છે એમ એનર્જી ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્સિયલ એનાલિસીસ (IEEFA)માં જણાવ્યું હતું. ભારતે 2023થી પાંચ ગણા વધુ એટલે કે 2024માં 73 ગીગાવોટ્સ સુધી યુટિલીટી સ્કેલ રિન્યુએબલ એનર્જી માટે ટેન્ડર્સ જારી કર્યા હતા, પરંતુ તેમાંથી 8.4 ગીગાવોટમાં કોઇએ પણ સબસ્ક્રાઇબ કર્યુ ન હતું. તેનું કારણ જટીલ ટેન્ડર માળખાને કારણે નબળી માગ અને આંતરરાજ્ય ટ્રાન્સમિશન તૈયારીમાં વિલંબ જેવા કારણો જવાબદાર હતા.

ઊર્જા બજારો અને નીતિઓ પરના મુદ્દાઓ પર નજર રાખતુ અને તેનું પરીક્ષણ કરતુ IEEFAએ જણાવ્યું હતું કે ભારતની સંચિત બિન-હસ્તાક્ષરિત વીજ વેચાણ કરાર ક્ષમતા 40 GWને વટાવી ગઈ છે, જેમાં ટોચની સ્વચ્છ ઉર્જા એજન્સી સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ટેન્ડરો લગભગ 12 GW માટે જવાબદાર છે.

આ દરમિયાન, 2020 થી 2024 દરમિયાન કુલ ક્ષમતાના 19% લગભગ 38.3 GW ક્ષમતા રદ કરવામાં આવી હતી જેના માટે ટેન્ડર ડિઝાઇન સમસ્યાઓ, સ્થાન અથવા ટેકનોલોજીકલ પડકારો, અંડરસબ્સ્ક્રિપ્શન અને વીજ પુરવઠા કરારો પર હસ્તાક્ષર કરવામાં વિલંબ જેવા પરિબળો જવાબદાર હતા.

“પ્રોજેક્ટ અમલીકરણમાં વિલંબ 2030 માટે ભારતના રિન્યુએબલ ઉર્જા લક્ષ્યાંક માટે એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કરે છે,” એમ એક રિસર્ચ એસોસિયેટે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતુ કે ભારતમાં ભવિષ્યના રિન્યુએબલ ઉર્જા પ્રોજેક્ટ્સમાં રોકાણકારોના રસને અટકાવી શકે છે, જે મોટા પાયે રોકાણકારો તરફથી ઓછા ખર્ચે ધિરાણની ઉપલબ્ધતાને અસર કરી શકે છે.”

આ પડકારો ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્ર દ્વારા સામનો કરવામાં આવતા સંઘર્ષોને પ્રકાશિત કરે છે કારણ કે સરકાર 2030 સુધીમાં ઓછામાં ઓછી 500 GW બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતાનું લક્ષ્ય રાખ્યુ છે, જે હાલમાં 165 GW છે. ભારત 2022 સુધીમાં 175 GW ઉમેરવાના તેના અગાઉના લક્ષ્યથી પણ ઓછું રહ્યું છે, જેમાં ગયા વર્ષે કુલ વીજ ઉત્પાદનના બે તૃતીયાંશ કરતાં વધુ હિસ્સો અશ્મિભૂત ઇંધણનો છે.

આ પણ વાંચોઃ સાથી મહિલા કર્મચારીના ઘરમાં બે મહિનામાં 10 વખત ગયો આ ચોરઃ જાણો અજીબોગરીબ કિસ્સો

Back to top button