આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારતના પાડોશી દેશો ભૂકંપથી ધ્રુજી ઉઠ્યા, મ્યાનમાર અને થાઈલેન્ડમાં 7.7ની તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો

નવી દિલ્હી, 28 માર્ચ : ભારતના પડોશી દેશ મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હતી. નિષ્ણાતોનું કહેવું છે કે બંને દેશોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમાર હોવાનું કહેવાય છે. ભૂકંપના કારણે બંને દેશોમાં કેટલું નુકસાન થયું છે તે હજુ જાણી શકાયું નથી.

ભૂકંપના જોરદાર આંચકાના કારણે બેંગકોક અને મ્યાનમારના શહેરોમાં મોટી મોટી ઈમારતો બોટની જેમ ધ્રૂજવા લાગી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લોકો ચીસો પાડતા રસ્તા પર દોડી રહ્યા છે.

બેંગકોકમાં ઈમારત ધરાશાયી થવાના સમાચાર

ભૂકંપના કારણે બેંગકોકમાં એક ગગનચુંબી ઈમારત તૂટી પડવાના સમાચાર છે. રિપોર્ટ અનુસાર જે ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું તે ભૂકંપ સામે ટકી શક્યું નથી. આ જ રીતે ભૂકંપ બાદ બીજા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ભૂકંપ બાદ ગભરાટ જોવા મળી રહ્યો છે.

ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના દક્ષિણી કિનારે સાગાઈંગ નજીક હતું. જીઓલોજિકલ સર્વે અને જર્મનીના GFZ જીઓલોજી સેન્ટરે જણાવ્યું હતું કે બપોરે ભૂકંપ 10 કિલોમીટર (6.2 માઈલ) ની ઊંડાઈએ હતો. આ કારણસર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે 7.7ની તીવ્રતાના ભૂકંપના 2 કલાક પહેલા બંને દેશોમાં એક નાનો આંચકો અનુભવાયો હતો.

પૂલમાંથી પાણી વહેવા લાગ્યું, લોકો સીડીઓ નીચે આવ્યા

ભૂકંપના કારણે થાઈલેન્ડ અને મ્યાનમારના પૂલમાંથી પાણી વહેવા લાગ્યું હતું. કહેવાય છે કે ઘણી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, ભૂકંપ પછી ઇમારતોમાં એલાર્મ વાગી ગયા હતા અને ગભરાયેલા રહેવાસીઓને ગીચ વસ્તીવાળા મધ્ય બેંગકોકમાં બહુમાળી કોન્ડોમિનિયમ અને હોટલની સીડીઓ નીચે ઉતારી દેવાયા હતા. લોકોને જાનહાનિ ટાળવા માટે રસ્તાઓ પર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, 6 દિવસ પછી થાઈલેન્ડમાં BIMSTECનું આયોજન થવાનું છે. આ માટે BIMSTEC સભ્યો થાઈલેન્ડ જશે. BIMSTEC સમિટ થાઇલેન્ડમાં 3 થી 6 એપ્રિલ દરમિયાન પ્રસ્તાવિત છે. આ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.

આ પણ વાંચો :- મારા જીવને જોખમ, મુંબઈ આવીશ તો ધરપકડ થશે, કૃણાલ કામરાની મદ્રાસ HCમાં આગોતરા જામીન અરજી

Back to top button