ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસહેલ્થ

એલઆઇસી માર્ચના અંત સુધીમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાં ઝંપલાવી શકે છે

Text To Speech

નવી દિલ્હી, 19 માર્ચઃ ભારતીય જીવન વીમા નિગમ -એલઆઇસી માર્ચના અંત સુધીમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાં હિસ્સો લેવા અંગે એટલે કે આ ક્ષેત્રે ઝંપલાવવાનો નિર્ણય કરશે એમ એલઆઇસીના ચિફ એક્ઝિક્યુટીવે જણાવ્યું હતું. આગામી નાણાંકીય વર્ષે અલબત્ત 31 માર્ચ સુધીમાં કોઇ નક્કર નિર્ણય લેવામાં આવશે તે બાબતે મને આશા છે એમ ભારતની સૌથી મોટી વીમેદારના ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર સિદ્ધાર્થ મોહંતીએ જણાવ્યું હતું.

એલસીઆઇએ બાદમાં જારી કરેલા એક નિવેદનમાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતુ કે તેમની વાટાઘાટ પ્રગતિમાં છે અને હજુ સુધી કોઇ કરાર કરવામાં આવ્યો નથી. જોકે સાથે તેમણે સંભવિત સોદા અંગે કોઇ પ્રકારની ગરંટી કે ખાતરી નથી એમ કહેતા ઉમેર્યુ હતુ કે એલઆઇસી બહુ મોટો હિસ્સો લઇ રહી નથી. એલઆઇસી 51 ટકા હિસ્સો લેશે નહી તેમજ અમે દરેક શક્યતા તપાસી રહ્યા છીએ.

ભારતમાં ઇન્સ્ચોરન્સ બિઝનેસમાં તાજેતરના વર્ષોમાં સ્પર્ધામાં વધારો થયો છે કેમ કે વધી રહેલી ગ્રાહકોની માગંને પહોંચી વળવા માટે ખાનગી ખેલાડીઓની હાજરી હેલ્થ ઇન્સ્યોરન્સમાં વધી ગઇ છે.

નોંધનીય છે કે જો એલઆઇસી હિસ્સા ખરીદી મારફતે હેલ્થ ઇન્સ્યોરન્સમાં પ્રવેશશે તો તેણે સ્ટાર હેલ્થ, આદિત્ય બિરલા હેલ્ત ઇન્સ્યોરન્સ, નિવા બૂપા અને કેર હેલ્થ ઇનસ્યોરન્સ સામે બાથ ભીડવી પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર એલઆઇસી લાંબા ગાળાના બોન્ડઝ જારી કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે પણ વાતચીત કરી રહી છે. ભારત સરકાર દ્વારા 20થી 30 અને 40  વર્ષના બોન્ડઝ જારી કરવામાં આવે છે ત્યારે એલઆઇસીએ જણાવ્યું હતુ કે તે વધુ લાંબા ગાળાના ઇન્સ્ટ્રુમેન્ટસ જેમ કે 50 કે 100 વર્ષના બોન્ડઝ માટે વિચારી રહી છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઇ પણ આ દિશામાં વિચારી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ અધિવેશન પહેલા જિલ્લા સમિતિઓ પર અટકી કોંગ્રેસ, 16 વર્ષ પછી કરશે વિચાર મંથન

Back to top button