ટોપ ન્યૂઝનેશનલ

અરુણાચલ પ્રદેશને પોતાનું હોવાનો દાવો કરતા ચીનને ભારતનો જડબાતોડ જવાબ

અરુણાચલ પ્રદેશને પોતાનું હોવાનો દાવો કરતા ચીનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે નામ બદલવાથી વાસ્તવિકતા નહીં બદલાય. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતો અને રહેશે. વાસ્તવમાં ચીને ફરી એકવાર પોતાના નકશામાં અરુણાચલ સાથે જોડાયેલા સ્થળોના નામ બદલી નાખ્યા છે. ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નવા નામ જાહેર કર્યા છે. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનું હોવાનો દાવો કરતું રહ્યું છે. મંત્રાલય દ્વારા રવિવારે બે જમીન વિસ્તારો, બે રહેણાંક વિસ્તારો, પાંચ પર્વતીય શિખરો અને બે નદીઓ સહિત 11 સ્થળોના સત્તાવાર નામો જાહેર કરવામાં આવ્યા હતા. ભારતે હવે તેના પર આકરા પ્રહારો કર્યા છે. ચીને આ પહેલા પણ આવું કૃત્ય કર્યું છે.

આ ત્રીજી વખત છે જ્યારે ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે તેના રેકોર્ડમાં અરુણાચલ પ્રદેશનું નામ બદલ્યું છે. અગાઉ 2017માં ચીન દ્વારા છ અને 2021માં 15 સ્થળોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે ભૂતકાળમાં પણ ચીનને આ અંગે ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ભારતે અગાઉ પણ ચીનના આવા પગલાને નકારી કાઢ્યું હતું. ભારતે અગાઉ પણ કહ્યું હતું કે આ રાજ્ય હંમેશા ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને રહેશે. નામ બદલવાથી આ હકીકત બદલાશે નહીં.

આ પણ વાંચો : ચીનની ફરી અવળચંડાઈ, અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો જતાવવા નામોની ત્રીજી યાદી જાહેર કરી
11 - Humdekhengenewsભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ચીન એવા નામોની શોધ કરી રહ્યું છે જેનાથી વાસ્તવિકતા બદલાશે નહીં. તેમણે આગળ કહ્યું, ‘અમે આવા અહેવાલો જોયા છે. આ પહેલીવાર નથી જ્યારે ચીને આવો પ્રયાસ કર્યો હોય. અમે તેને સ્પષ્ટપણે નકારીએ છીએ. બાગચીએ કહ્યું, ‘અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે, હતો અને હંમેશા રહેશે. શોધેલા નામો આપવાના પ્રયાસોથી આ વાસ્તવિકતા બદલાશે નહીં.’ અગાઉ 2021માં જ્યારે ચીને નામ બદલ્યા હતા ત્યારે પણ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આકરો જવાબ આપ્યો હતો.11 - Humdekhengenewsવર્ષ 2017માં દલાઈ લામા અરુણાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા. ચીને તેમની મુલાકાતની ટીકા કરી અને થોડા દિવસો પછી પ્રથમ વખત નામ બદલ્યું. છેલ્લા કેટલાક સમયથી ચીન અને ભારત વચ્ચેના સંબંધો વણસેલા છે. 2017માં ડોકલાનને લઈને ભારત અને ચીનની સેનાઓ વચ્ચે મડાગાંઠ સર્જાઈ હતી. આ સિવાય ચીન અને ભારત વચ્ચે વેપારને લઈને તણાવ ચાલી રહ્યો છે. ભારતે છેલ્લા ઘણા વર્ષોમાં ઘણી ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

Back to top button