ઇન્ડસઇન્ડ બેન્કે એકાઉન્ટીંગ કેસની તપાસ ગ્રાન્ટ થોર્ન્ટનને સોંપી


મુંબઇ, 24 માર્ચઃ ઇન્ડસઇન્ડ બેન્કે ચાલુ મહિને એકાઉન્ટીંગ મળી આવેલી વિસંગતિ વિશેની ફોરેન્સિક તપાસ કરવા માટે અને કોઇ છેતરપીંડી થઇ છે કે આંતરિક ગોલમાલ થઇ છે તેની તપાસ કરવા માટે ગ્રાન્ટ થોર્ન્ટનની નિમણૂંક કરી હોવાનું જાણવા મળ્યુ છે.
ઇન્ડસઇન્ડ બેન્ક ભારતની પાંચમા ક્રમની ખાનગી બેન્ક છે જેની બેલેન્સ શીટ 63 અબજ ડોલરની છે. 10 માર્ચના રોજ વિસંગતિઓ બહાર આવ્યા બાદ અત્યાર સુધીમાં તેના શેરમાં 23.4 ટકાનો ઘટાડો થયો છે. નોંધનીય છે કે લાગુ ન પાડી શકાય તેવા આંતરિક ટ્રેડ બાદ તેના ડેરિવેટિવ્ઝ પોર્ટફોલિયોનું આશરે 2.35 ટકા કે 175 ડોલર જેટલુ વધુ પડતુ મુલ્યાંકન કરવામાં આવ્યુ હતું.
એકાઉન્ટીંગ વિસંગતિઓએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોવા છતાં રિઝર્વ બેન્કે સબ સલામત હોવાનુ નિવેદન આપ્યું હતું. ઇન્ડસઇન્ડ બેન્કે ગુરુવારે સ્ટોક એક્સચેંજને કંપનીનું નામ આપ્યા વિના જણાવ્યું હતુ કે તેણે કોઇ છેતરપીંડીયુક્ત વ્યવહારો થયા છે કે નહી તેની તપાસ કરવા માટે કંપનીની નિમણૂંક કરી છે.
સૂત્રોના અનુસાર આ કંપની ગ્રાન્ટ થોર્ન્ટન છે અને તેની વિસ્તરિત ફોરેન્સિક સમીક્ષામાં વ્યવહારોમાં કોઇ છેતરપીંડી થઇ છે કે તેની તપાસનો પણ સમાવેશ થાય છે. સ્ત્રોતોએ ઉમેર્યુ હતુ કે ગ્રાન્ટ થોર્ન્ટન ક્ષતિઓ માટે જવાબદાર વ્યક્તિઓને જવાબદારી સોંપશે અને તમામ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટની એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટની સમીક્ષા કરશે.
વધુમાં ગ્રાન્ટ થોર્ન્ટન એ પણ મૂલ્યાંકન કરશે કે શું વ્યવહારો સાથે આંતરિક રીતે સંબંધિત કોઈ ઇરાદાપૂર્વકની ગોલમાલ હતી કે કેમ. નોંધનીય કે ભારતીય રિઝર્વ બેંકે નોંધપાત્ર એકાઉન્ટિંગ ક્ષતિઓને કારણે ઇન્ડસઇન્ડ બેંકના સીઇઓ અને તેમના ડેપ્યુટીને જલદીથી રાજીનામું આપવા અને બીજી વ્યક્તિને નિમવા માટે વિનંતી કરી હતી જોકે, ઈન્ડસઈન્ડ બેંકે આ દાવાઓને “હકીકતમાં ખોટા” ગણાવીને નકારી કાઢ્યા હતા.