ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતનું શાનદાર પ્રદર્શન, ત્રણ ભારતીય ખેલાડીઓ ટોપ 5માં પહોંચ્યા

Text To Speech

રાજકોટ, 21 ફેબ્રુઆરી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીને કારણે ICC ટેસ્ટ રેન્કિંગ પર ઘણી અસર જોવા મળી છે. આ શ્રેણીની ત્રણ મેચ રમાઈ છે. જ્યાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. ટીમ ઈન્ડિયાની નજર હવે રાંચી ટેસ્ટમાં સિરીઝ જીતવા પર રહેશે. બીજી તરફ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં જોરદાર કમાલ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ 434 રનથી જીતી હતી અને આ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડરોનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું હતું. રવીન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 5માં ત્રણ ભારતીય ખેલાડીઓ

ભારતીય ટીમને ટેસ્ટ મેચ જીતાડનાર રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરોની ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત છે. આ યાદીમાં ટોચના પાંચમાં કુલ ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. જાડેજા ઉપરાંત આર અશ્વિન અને અક્ષર પટેલ આ યાદીમાં સામેલ છે. અશ્વિન 330 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. જ્યારે અક્ષર પટેલ 281 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

અગાઉ અક્ષર પાંચમા સ્થાને હતો, પરંતુ બેન સ્ટોક્સના ખરાબ પ્રદર્શનને કારણે તે એક સ્થાન ગુમાવીને નીચે આવી ગયો હતો. જેનો લાભ અક્ષર પટેલને મળ્યો છે. આવી સ્થિતિમાં ઓલરાઉન્ડરોની આ ખાસ યાદીમાં ભારતનું સંપૂર્ણ વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ટીમ ઈન્ડિયાની જીતમાં ઓલરાઉન્ડર ખેલાડીઓનું યોગદાન હજુ પણ ઘણું વધારે છે.

જાડેજાનું શાનદાર પ્રદર્શન

રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારી હતી, આ સાથે પાંચ વિકેટ પણ લીધી હતી. જાડેજાનું પ્રદર્શન ઘણું શાનદાર હતું, જેના કારણે તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રાજકોટ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડરોની ICC ટેસ્ટ રેન્કિંગમાં 469 રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા છે. આ તેની ટેસ્ટ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટ છે. જાડેજાને ઈજા હોવા છતાં તે રમ્યો અને ટીમ માટે ખૂબ જ સારી બેટિંગ અને બોલિંગ કરી હતી.

આ પણ વાંચો: સચિન તેંડુલકરનું નામ આકાશમાં ગૂંજી ઊઠ્યું, જૂઓ વીડિયો

Back to top button