ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ભારતીય ઈકોનોમીને ડબલ બૂસ્ટર, ચોથા ક્વાર્ટરમાં 6.1 ટકા GDP દર

Text To Speech

નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર 6.1 ટકા રહ્યો છે. આ સાથે સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન GDP વૃદ્ધિ દર 7.2 ટકા પર પહોંચી ગયો છે. નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 4.5 ટકા હતો. 2021-22ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 4 ટકા હતો.

 

નાણાકીય વર્ષ 2022-23માં  7.2 ટકા

સમગ્ર નાણાકીય વર્ષ 2022-23માં આર્થિક વિકાસ દર 7.2 ટકા હતો. અગાઉના નાણાકીય વર્ષ 2021-22માં તે 9.1 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે બીજા એડવાન્સ અંદાજમાં દેશનો વિકાસ દર 7 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. GDP એ દેશની સરહદોની અંદર ઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્યનો ઉલ્લેખ કરે છે. 2023ના પ્રથમ ક્વાર્ટરમાં ચીનનો આર્થિક વિકાસ દર 4.5 ટકા હતો.

Back to top button