આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ભારતીય જીડીપી 10 વર્ષમાં બમણીઃ અમરિકા અને ચીનેને પાછળ છોડ્યું

Text To Speech

નવી દિલ્હી, 24 માર્ચઃ છેલ્લા 10 વર્ષમાં ભારતીય જીડીપીનું કદ બમણું થયું છે. ખાસ વાત એ છે કે 2015થી 2025ના સમયગાળામાં જીડીપીની વૃદ્ધિની ગતિ 105 ટકા રહી છે, જે અમેરિકા અને ચીન જેવી વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ કરતાં ઘણી ઝડપી છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેટા અનુસાર, 2015માં ભારતીય જીડીપીનું કદ 2.1 ટ્રિલિયન ડોલર હતું, જે 2025માં વધીને 4.3 ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે. જે અંદાજે 105 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ 10-વર્ષના સમયગાળામાં, અમેરિકાના જીડીપીનું કદ 18.3 ટ્રિલિયન ડોલરથી 66 ટકા વધીને 30.3 ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે. ચીનનું અર્થતંત્ર 11.1 ટ્રિલિયન ડોલરથી વધીને 19.5 ટ્રિલિયન ડોલર થશે, જે 76 ટકાનો વધારો દર્શાવે છે.

જીડીપીમાં અદભૂત વૃદ્ધિ પાછળ અન્ય ઘણા પરિબળો છે

મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમોએ રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કર્યો છે. મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને આઇટી સેક્ટરની સતત વૃદ્ધિએ પણ આર્થિક વૃદ્ધિને વેગ આપ્યો છે.

10 વર્ષમાં ક્યા દેશમાં કેટલો જીડીપી વૃદ્ધિ દર

દેશ 2015માં જીડીપી 2025માં જીડીપી વૃદ્ધિ દર
જર્મની 3.4 4.9 44%
જાપાન 4.4 4.4 0%
યુકે 2.9 3.7 28%
ફ્રાન્સ 2.4 3.3 38%
ઇટાલી 1.8 2.5 39%
કેનેડા 1.6 2.3 44%
બ્રાઝિલ 1.8 2.3 28%
રશિયા 1.4 2.2 57%
દક્ષિણ કોરિયા 1.5 1.9 27%
ઓસ્ટ્રેલિયા 1.2 1.9 58%
સ્પેન 1.2 1.8 50%

ભારત આ વર્ષે જાપાન અને 2027 સુધીમાં જર્મનીને પાછળ છોડી દેશે

રિપોર્ટ અનુસાર, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. તેના મુખ્ય કારણોમાં નીતિઓમાં નક્કર સુધારા, મજબૂત આર્થિક પાયો અને બિઝનેસ કરવામાં સરળતા છે. આ ઝડપી ગતિના આધારે ભારત 2025માં જાપાન અને 2027માં જર્મની કરતાં મોટી અર્થવ્યવસ્થા બની જશે.

Back to top button