ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સમુદ્રની અંદર ભારતની પ્રથમ ટનલ તૈયાર થશે, 10 મિનિટમાં કપાશે આટલું અંતર, જાણો ખાસિયત

Text To Speech

મુંબઈમાં ભારતની પ્રથમ Under sea Tunnels ગિરગામ નજીકથી શરૂ થાય છે (મરીન ડ્રાઇવથી આગળ), અરબી સમુદ્ર, ગિરગામ ચોપાટી અને મલબાર હિલની નીચે ઉત્તર તરફ આગળ વધે છે અને બ્રીચ કેન્ડી પાર્ક પર સમાપ્ત થાય છે. તે 2.07 કિલોમીટર લાંબી ટનલ છે.

આ મુંબઈ ટનલ BMC દ્વારા બનાવવામાં આવી રહી છે, જે રૂ. 12,721 કરોડના મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ ટનલ 10.58-કિમી લાંબી MCRP મરીન ડ્રાઇવને બાંદ્રા-વરલી સી0લિંક સાથે જોડે છે અને તે કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો જ એક ભાગ છે.

આ અંતર 10 મિનિટમાં પૂર્ણ થશે

ટનલના નિર્માણ બાદ ગિરગાંવથી વરલીનું અંતર ઘટશે અને 45 મિનિટની મુસાફરી 10 મિનિટમાં પૂર્ણ થશે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આ ટનલનો વ્યાસ 12.19 મીટર છે. તેની ઊંડાઈ દરિયાની સપાટીથી 17-20 મીટર છે. લગભગ 1 કિલોમીટરનો ભાગ સમુદ્રની નીચે રાખવામાં આવ્યો છે.

શું હશે આ ટનલની ખાસિયત

ટનલ બનાવવા માટે ફાઈબર ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સુરંગમાં મલબાર હિલમાં 72 મીટરની ઊંડાઈ સુધી પ્રવેશનો સમાવેશ થાય છે. ટનલની અંદર 6 ક્રોસિંગ છે. પદયાત્રીઓ માટે ચાર અને સાયકલ સવારો માટે બે લેન તૈયાર કરવામાં આવી છે. ટેલોનમાં 3.2 મીટરની ત્રણ લેન છે. જોકે ત્રીજી લેનનો ઉપયોગ ઈમરજન્સી માટે કરવામાં આવશે.

2021માં કામ શરૂ થયું

ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ટનલ બોરિંગ મશીન (TBM)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું વજન 1,700 ટનથી વધુ છે અને તે લગભગ 12 મીટર લાંબુ છે. બોરિંગ કામ 2021માં શરૂ થયું હતું. ટીબીએમને એસેમ્બલ કરીને લોન્ચ કરવાનું કામ એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું.

Back to top button