ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતના પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન હિજાબ પહેરેલી મહિલા હશેઃ અસદુદ્દીન ઓવૈસી

નવી દિલ્લી, 12 મે: AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીની રાજકીય કારકિર્દીની નિર્ણાયક ક્ષણ છે. તેઓ 13 મેના રોજ યોજાનારી ચૂંટણીના ચોથા તબક્કામાં હૈદરાબાદ બેઠક પર ફરી ચૂંટણી લડી રહ્યા છે. તેમની પાર્ટીએ મુસ્લિમો, પછાત વર્ગો અને અન્ય લઘુમતીઓના સમૂહને એક કર્યો છે. આ જૂથ ભાજપની આગેવાની હેઠળના એનડીએ સામે જુસ્સાદાર લડત ચલાવી રહ્યું છે, પરંતુ વિપક્ષોના INDI ગઠબંધનનો ભાગ નથી.

અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે “ઉત્તર પ્રદેશમાં, અમે PDM ન્યાય મોરચાનો ભાગ છીએ, જે એક વિશિષ્ટ દલિત અને મુસ્લિમ જૂથ છે, અને તેનું નેતૃત્વ અપના દળ (કામરવાડી) ની પલ્લવી પટેલ કરે છે. બિહારમાં અમે ચૂંટણી લડી રહ્યા છીએ પરંતુ તમારે ઝારખંડને પણ ઉમેરવું પડશે, જ્યાં અમે કદાચ એક કે બે બેઠકો પર ચૂંટણી લડીશું. અમને વિશ્વાસ છે કે અમારી પાર્ટીના અધ્યક્ષ અને બિહારના ધારાસભ્ય અખ્તર અખ્તરુલ ઈમાન ચૂંટણી જીતશે. ઔરંગાબાદ અને હૈદરાબાદમાં 13 મેના રોજ મતદાન થશે અને અમને વિશ્વાસ છે કે અમે અમારી જીતનો સિલસિલો ચાલુ રાખીશું. મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશના બાકીના સંસદીય મતવિસ્તારોમાં હું પ્રચાર કરીશ અને અમારા ઉમેદવારો જીતે તે સુનિશ્ચિત કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.”

સ્થળ પર અમને જે સાંભળવા મળે છે તે એ કે, લોકો જ્ઞાતિના આધારે મત આપી રહ્યા છે, લોકો રોજગારીના અભાવને કારણે તથા ભાવવધારાના મુદ્દે મત આપી રહ્યા છે. બીજાં કારણો પણ છે જ. બીજાં ત્રણ-ચાર અગત્યના મુદ્દા છે અને જ્યાં પણ લઘુમતીઓ છે તેમને લાગે છે કે ભાજપ તેમને ધ્યાનમાં લેતો નથી.

આ કહેવાતું સેક્યુલર જૂથ અર્થાત ઈન્ડી એલાયન્સ મુસ્લિમોને ટિકિટ આપવામાં કચવાટ અનુભવે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ મહારાષ્ટ્ર છે, જ્યાં લોકસભાની 48 બેઠક છે. ત્યાં એકપણ મુસ્લિમને ટિકિટ આપવામાં આવી નથી. એવું જ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, નવી દિલ્હીમાં પણ છે. મુસ્લિમોને ઉમેદવાર ન બનાવાય તે ચિંતાનું કારણ છે તેમ ઓવેસી માને છે. તેના મતે લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ઘટી જશે.

કમનસીબે કહેવાતા સેક્યુલર પક્ષો પણ મુસ્લિમોને ટિકિટ આપતા નથી તેમ ઓવેસીએ જણાવ્યું હતું. હિન્દુસ્તાન ટાઈમ્સમાં બિનોય પ્રભાકર દ્વારા લેવામાં આવેલી આ મુલાકાત દરમિયાન ઓવેસીને પૂછવામાં આવ્યું હતું કે, ભારતમાં પહેલા મુસ્લિમ વડાપ્રધાન ક્યારે બનશે એવું તમને લાગે છે? તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, હિજાબ પહેરેલી મહિલા ભારતના પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન હશે. હું કદાચ એ દિવસ જોવા નહીં હોઉં, પરંતુ એવો દિવસ આવશે તેમ તેણે ઉમેર્યું હતું.

આ પણ વાંચોયુપીની 13 બેઠકો પર આવતીકાલે થશે મતદાન, આ મોટા નેતાઓ પર રહેશે નજર

Back to top button