નેશનલ

કેરળને પહેલી વંદે ભારતની ભેટ ! PM મોદીએ લીલી ઝંડી બતાવી કરાવ્યું પ્રસ્થાન

Text To Speech
  • પીએમ મોદીએ કેરળમાં વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી
  • તિરુવનંતપુરમમાં પીએમ મોદીએ રોડ શો પણ કર્યો
  • વોટર મેટ્રો અને વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન તિરુવનંતપુરમથી કેરળના કાસરગોડ સુધી દોડશે. આ પહેલા પીએમએ તિરુવનંતપુરમમાં રોડ શો પણ કર્યો હતો અને અહીંના લોકોને શુભેચ્છા પાઠવી હતી.

PM મોદીએ વંદે ભારત ટ્રેનને  બતાવી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળની મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિયાન તેઓએ કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન તિરુવનંતપુરમથી કેરળના કાસરગોડ સુધી દોડશે. આ પહેલા પીએમએ તિરુવનંતપુરમમાં રોડ શો પણ કર્યો હતો અને અહીંના લોકોને શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો અને કોચી વોટર મેટ્રો અને વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

કેરળમાં PM મોદીનું  કરાયું ભવ્ય સ્વાગત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેરળ મુલાકાતના બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી. કેરળની આ પહેલી વંદે ભારત એક્સપ્રેસ છે. અને દેશની 16મી વંદે ભારત એક્સપ્રેસ છે. નરેન્દ્ર મોદી આજે કેરળની રાજધાની પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ અહીં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા અને વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવા સહિત અનેક પ્રોજેક્ટ લોન્ચ કરવા પહોંચ્યા છે.

આ મહાનુભાવો પણ રહ્યા હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનમાં બાળકો સાથે વાતચીત કરી. આ પછી વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ દરમિયાન તેમની સાથે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને સાંસદ શશિ થરૂર પણ હાજર રહ્યા હતા.

 આ પણ વાંચો : ઘરના જ નીકળ્યા ઘાતકી ! પરિવારની વિરુદ્ધ જઈને જીવનસાથી પસંદ કરતાં યુવતીને મળ્યું મોત

Back to top button