ભારતની ફેબ્રુઆરીની મર્ચેન્ડાઇઝ વ્યાપાર ખાધ 3 વર્ષના તળીયે


નવી દિલ્હી, 18 માર્ચઃ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે આયાત ઘટતા ભારતની મર્ચેન્ડાઇઝ વેપાર ખાધ ફેબ્રુઆરીમાં ઝડપથી ઘટીને 14.05 અબજ ડોલરના સ્તરે આવી ગઇ છે, જે છેલ્લા ત્રણ વર્ષના તળીયે છે. આ ખાદ્ય અર્થશાસ્ત્રીઓએ 21.65 અબજ ડોલરના સ્તરે રહેશે તેવી ધારણા બાંદી હતા તેના કરતા ઘણી નીચી છે.
ફેબ્રુઆરીની મર્ચેન્ડાઇઝ નિકાસ 36.91 અબજ ડોલરની હતી, જે જાન્યુઆરીમાં 36.43 ડોલરના સ્તરે હતી, જ્યારે આયાત એક મહિના પહેલા 59.42 અબજ ડોલરના સ્તરે હતી તે ફેબ્રુઆરીમાં 50.96 અબજના સ્તરે નોંધાઇ છે.
ફેબ્રુઆરી 2023 પછી ફેબ્રુઆરીની આયાત સૌથી ઓછી હતી અને વેપાર ખાધ ઓગસ્ટ 2021ના તાજેતરના આંકડા કરતાં ઓછી હતી. વેપાર અધિકારી સત્ય શ્રીનિવાસે પત્રકારોને જણાવ્યું હતું કે, “આ તાત્કાલિક સામે આવેલા અંદાજો છે. અમે આયાતમાં ઘટાડાની વિગતો શોધી રહ્યા છીએ.”
ફેબ્રુઆરીમાં, ભારતની ગોલ્ડની આયાત પાછલા મહિનાના 2.68 અબજ ડોલરથી ઘટીને 2.3 અબજ ડોલર થઇ હતી, જ્યારે ક્રૂડ ઓઈલની આયાત જાન્યુઆરીમાં 13.4 અબજ ડોલરથી ઘટીને 11.8 અબજ ડોલરની થઇ હતી એમ ડેટા દર્શાવે છે.
ફેબ્રુઆરીમાં સેવાઓની નિકાસ 35.03 અબજ ડોલર અને આયાત 16.55 અબજ ડોલરના સ્તરે અંદાજવામાં આવી હતી. જે જાન્યુઆરીમાં અનુક્રમે 38.55 અબજ ડોલર અને 18.22 અબજ ડોલરના સ્તરે હતી.
આ ડેટા ત્યારે બહાર આવ્યા છે જ્યારે અમેરિકી પ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટેરિફ પોલિસી હેઠળ સમગ્ર વિશ્વને આવરી લીધુ છે. ભારત 2 એપ્રિલથી લાગુ પડતા રેસિપ્રોકલ ટેરિફને અસરને ખાળવા માટે અમેરિકા સાથે દ્વિપક્ષી વેપાર સોદાઓ કરવા મથી રહ્યુ છે.
ભારત બન્ને દેશોની ચિંતાને ખાળવા માટે સક્રિય રીતે વાટાઘાટ કરી રહ્યુ છે અને 500 અબજ ડોલર સુધી વેપારને લઇ જવાના પ્રયત્નમાં છે એમ વેપાર સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ જો બાઈડેનને મોટો ઝટકો: દીકરા અને દીકરીની સુરક્ષા હટાવી દીધી, 18 સુરક્ષાકર્મી રહેતા હતા તૈનાત