લિથિયમના ખજાનાથી બદલાશે ભારતનું ભાગ્ય, શું છે તેનું મહત્વ અને ક્યાં થાય છે ઉપયોગ ?
ભારત માટે ટેકનોલોજી ઉત્પાદન બાબતે સૌથી મોટી ખુશ ખબર છે, ભારતના સ્વર્ગ એવા જમ્મુ-કાશ્મીરમાં લિથિયમનો મોટો જથ્થો મળ્યો છે જેની ક્ષમતા લગભગ 59 લાખ ટન છે. વિશ્વમાં ભારત હવે લિથિયમના જથ્થા બાબતે ૩ નંબરે આવી ગયું છે. તમને જણાવી દઈએ કે વિશ્વમાં લિથિયમ ઉત્પાદનમાં પ્રથમ નંબરે ચીલી છે જયારે બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે. હવે રેઅર અર્થ એલિમેન્ટ માટે ભારતે બીજા દેશો પર નિર્ભર રહેવું પડશે નહી. લિથિયમનો જથ્થો મળતા જ હવે ભારત આત્મનિર્ભર બનશે.
પશ્ચિમથી દક્ષિણના દેશો હવે ટ્રાન્સપોર્ટ માટે ઈ-વ્હીકલનો ઉપયોગ કરતા થઇ ગયા છે. દુનિયામાં પેટ્રોલના ઘટતા જતા જથ્થાની સામે ઈ-વ્હીકલએ સૌથી સારો વિકલ્પ છે. આવામાં ભારતને જમ્મુ-કાશ્મીરમાંથી લિથિયમનો જથ્થો મળવો તે કોઈ જેકપોટથી ઓછુ નથી. ભારતમાં પ્રથમ વાર લિથિયમનો આવો મોટો જથ્થો મળ્યો છે. જેની ક્ષમતા 59 લાખ ટન છે. આ જથ્થો ચીલી અને ઓસ્ટ્રેલિયા પછી ત્રીજા નંબરનો સૌથી મોટો જથ્થો છે.
આ પણ વાંચો:Hero Mototcorp એ લોન્ચ કર્યું ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો શું રહેશે કિંમત
લિથિયમના આ જથ્થા સાથે ભારત હવે લિથિયમ ઉત્પાદનમાં ત્રીજા નંબરે આવી જશે. આજે ચાર્જેબલ બેટરીના ઉપયોગનું પ્રમાણ વધ્યું છે. ઈ-વ્હીકલ, મોબાઈલ બેટરી, લેપટોપ બેટરી વગેરે બધી જ બાબતોમાં ચાર્જેબળ બેટરીનો ઉપયોગ થાય છે. લિથિયમ એક નોન ફેરસ મેટલ છે જેનો ઉપયોગ ચાર્જેબલ બેટરી બનાવવા માટે છે. આ રેઅર એલિમેન્ટ માટે હવે ભારતે અન્ય દેશો ઉપર નિર્ભર રહેવું પડશે નહી.
લિથિયમ આયાતનું સમીકરણ બદલાઈ જશે
ભારતમાં લિથિયમનો મોટો જથ્થો મળવાથી હવે આયાતના સમીકરણો બદલાઈ જશે. ભારત માટે લિથિયમની આ શોધ અગત્યની સાબિત થશે. આપણે જણાવી દઈએ કે ભારત જરૂરિયાત પ્રમાણે 96 ટકા લિથિયમ અન્ય દેશોમાંથી આયાત કરે છે. જેના લીધે ભારતને વિદેશી મુદ્રા ખર્ચ ખૂબ જ થાય છે. નાણાકીય વર્ષ 2020-21માં ભારતે લિથિયમ આયર્ન બેટરી પર 8,984 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. તે પછીના નાણાકીય વર્ષ 2021-22માં ભારતે લિથિયમ આયર્ન પર 13,838 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. આવામાં લિથિયમના મોટા જથ્થા મળવાથી ભારતના લિથિયમ આયાતના સમીકરણો બદલાઈ જશે.
આ પણ વાંચો:હવે તમારી બંધ બેટરી પણ કંપની પાછી લેશે, વિશ્વાસ નથી થતો !!!
આ શોધ ભારતને આત્મનિર્ભર બનાવશે
ભારત લિથિયમની સૌથી વધુ આયાત ચીન અને હોંગકોંગ પાસેથી કરે છે. દરવર્ષે ભારતની લિથિયમની આયાત અને રકમમાં વધારો થાય છે. આંકડાઓ પ્રમાણે જોઈએ તો ભારત 80 ટકા લિથિયમ ચીન પાસેથી આયાત કરે છે. પરંતુ હવે ભારતે ચીન ઉપર નિર્ભર રહેવું પડશે નહી કારણકે ભારતને જમ્મુ-કાશ્મીરમાંથી ચીન કરતા 4 ગણો વધુ લિથિયમનો જથ્થો મળ્યો છે. ભારતે ઈ-વ્હીકલ પર વધારે ધ્યાન આપ્યા પછી ભારત લિથિયમ આયાત કરવામાં દુનિયામાં ચોથા નંબરે રહ્યું છે.
આ વિશે Society of Manufacturers of Electric Vehiclesના Director General ડૉ. સોહેન્દ્ર ગિલ જણાવે છે કે ભારતમાં લિથિયમના જથ્થાની જે શોધ કરી છે તેની ખરેખર પ્રશંસા થવી જોઈએ. ભારત માટે આ સૌથી મોટું પગલું હશે. માત્ર થોડા જ દેશો લિથિયમ પૂરું પડે છે. બેટરીમાં માત્ર 15 ટકા જ લિથિયમ હોય છે. લિથિયમના મોટા જથ્થા મળવાથી ભારતમાં બેટરીના ભાવ નીચે ઉતારી શકે છે. હવે ઈ-વ્હીકલ પણ સસ્તા થઇ જશે અને ભારત ઈ-વ્હીકલ ક્ષેત્રે આત્માનિર્ભર બની જશે. ભારતે કાચા માલ માટે અત્યાર સુધી ચીન પર નિર્ભર રહેવું પડતું હતું પરંતુ હવે ભારતને મળેલ લિથિયમના ભંડારથી કોઈ દેશ ઉપર નિર્ભર રહેવું પડશે નહી.
આ પણ વાંચો : બેટરી સંચાલિત ટુ-વ્હીલર ખરીદવા પર રૂ.30 હજારની સબસિડી, જાણો કોને થશે લાભ
લિથિયમના જથ્થામાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે આવશે
ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં મોટા જથ્થામાં લિથિયમ મળી આવ્યું છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો વિશ્વમાં લિથિયમનું સૌથી વધુ ઉત્પાદનમાં ચીલી 93 લાખ ટન સાથે પ્રથમ નંબરે છે. જયારે ઓસ્ટ્રેલિયા 63 લાખ ટન ઉત્પાદન સાથે બીજા નંબરે છે. કાશ્મીરમાં મળેલ 59 લાખ ટન સાથે ભારત વિશ્વમાં લિથિયમ ઉત્પાદનમાં ત્રીજા નંબરે આવી ગયું છે. આર્જેન્ટીના 27 લાખ ટન સાથે ચોથા નંબરે છે, ચીન 20 લાખ ટન સાથે પાંચમાં નંબરે અને અમેરિકા 10 લાખ ટન સાથે છઠ્ઠા નંબરે છે.
શું હવે સરળતાથી બેટરી બનશે?
લિથિયમનો જથ્થો મળવાથી બેટરીનું નિર્માણ કરવું સરળ નહી બની જાય. હકીકતમાં લિથિયમનું ઉત્પાદન અને રીફાઇનિંગ ખૂબ જ અઘરું છે. તેના માટે અત્યાધુનિક ટેકનીકની જરૂર પડે છે. એને બીજી રીતે પણ સમજી શકાય છે કે 6.૩ ટન મિલિયન જથ્થાવાળા ઓસ્ટ્રેલિયાનું લિથિયમ ખનન ઉત્પાદન 0.6 મિલિયન ટન છે.
આ પણ વાંચો:તમારી જાણ બહાર ક્યાંક આ રીતે તો ફોનની બેટરી નથી ઉતરી જતીને? આ રહ્યું બેટરી ઉતરી જવાનું કારણ.
જયારે દુનિયામાં સૌથી વધુ લિથિયમનો જથ્થો ધરાવનાર ચીલી પાસે 9.૩ મિલિયન ટન લિથિયમ જથ્થો હોવા છતાં 0.39 મિલિયન ટન જ ઉત્પાદન કરે છે. એવામાં ભારત માટે પણ ઉત્પાદન કરવું સરળ નહી નથી. ભારતમાં તૈયાર અને એસેમ્બલ બેટરીનો ઉપયોગ ઈ-વ્હીકલમાં કરવામાં આવે છે. જો ભારત પોતાના જ દેશમાં ઉત્પાદન અને રીફાઈનિગ કરે તો સ્થાનિક બજારમાં લિથિયમ બેટરીના ઉત્પાદનમાં વધારો થશે.
2035 સુધીમાં વિશ્વમાં 50 ટકા ગાડીઓ ઈ-વ્હીકલ હશે
એક અનુમાન પ્રમાણે 2035 સુધી વિશ્વમાં 50 ટકા ગાડીઓ ઈ-વ્હીકલ હશે એટલે કે ઇલેક્ટ્રિક ગાડીઓ હશે. આવનાર સમયમાં ઇલેક્ટ્રિક કારનું માર્કેટ લગભગ 100 અબજ ડોલરથી વધારે હશે. એવામાં ભારતમાં પણ ઇલેક્ટ્રિક કાર માટે મોટા પાયે રોકાણ કરવાની જરૂર પડશે. ભારતમાં મળેલ લિથિયમ જથ્થા પછીના એક રીપોર્ટ અનુસાર 2030 સુધીમાં લિથિયમ આયર્ન બેટરી માટે 10 અબજ ડોલરની જરૂર પડશે.