ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ભારતમાં ઇક્વિટી ફંડમાં રોકાણ ઘટીને 10 મહિનાના તળીયે

Text To Speech

મુંબઇ, 13 માર્ચઃ ભારતમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં થતું રોકાણ ફેબ્રુઆરીમાં 10 મહિનાના તળીયે આવી ગયુ છે, જેનું મુખ્ય કારણ રોકાણકારો મંદીના તબક્કામાં સ્મોલકેપ્સ અને મિડકેપ્સમાં રોકાણ કરીને પોતાનું ભવિષ્ય સુરક્ષિત બનાવી રહ્યા છે. મહિનાવાર રોકાણમાં 26 ટકાનો ઘટાડો થયો છે જે એપ્રિલ 2023થી અત્યાર સુધીમાં તીવ્ર ઘટાડો દર્શાવે છે, જે રૂપિયાની દ્રષ્ટિએ 293 અબજ (3.4 અબજ ડોલર) થવા જાય છે એમ એસિસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફડ્ઝ ઇન ઇન્ડિયી (એમ્ફી)નો એક ડેટા દર્શાવે છે.

જ્યારે લાર્જકેપ્સમાં મહિનાવાર રોકાણ 6 ટકા એટલે કે 29 અબજ રૂપિયા ઘટ્યુ છે, જ્યારે સ્મોલકેપ અને મિડકેપ્સમાં રોકાણ અનુક્રમે 36 ટકા અને 36 ટકા ઘટીને 37 અબજ અને 34 અબજ રૂપિયા થયુ છે. રોકાણકારો પરિસ્થિતિ અનુસાર બદલાઈ રહ્યા છે, સ્પષ્ટ વ્યાપક સંકેતોની રાહ જોતા બજાર સુધારાઓને સંતુલિત કરી રહ્યા છે,” એમ એક એનાલિસ્ટે જણાવ્યુ હતુ.

ધીમી આર્થિક વૃદ્ધિ અને કોર્પોરેટ કમાણી, અવિરત વિદેશી વેચાણ અને યુ.એસ. વેપાર નીતિઓને કારણે છેલ્લા પાંચ મહિનામાં ભારતીય બજારોમાં તીવ્ર ઘટાડો થયો છે. સપ્ટેમ્બરના અંતમાં નિફ્ટી 50 રેકોર્ડ ઉચ્ચ સ્તરથી 15% ઘટ્યો છે જ્યારે સ્મોલકેપ અને મિડકેપ, ઇન્ડેક્સ તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી અનુક્રમે 24% અને 21% નીચે છે.

નાના રોકાણકારોમાં વધુ લોકપ્રિય, સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં ફેબ્રુઆરીમાં પાંચ વર્ષમાં સૌથી મોટો ઘટાડો થયો હતો. તેનાથી વિપરીત, બ્લુ-ચિપ નિફ્ટી 50 ઇન્ડેક્સ 6% ઘટ્યો હતો. સેક્ટોરિયલ અને થીમેટિક ફંડ્સમાં વેચવાલી 2024ની શરૂઆતથી ટોચ પર છે, જેમાં ફેબ્રુઆરીમાં 37 ટકાનો ઘટાડો થયો હતો.

બીજી બાજુ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)જ્યાં રોકાણકારો ફંડમાં નિયમિત ચુકવણી કરે છે, તે સતત બીજા મહિને ઘટ્યું છે. SIP એકાઉન્ટ્સની સંખ્યા જાન્યુઆરીમાં 83.4 મિલિયનથી ઘટીને 82.6 મિલિયન થઈ ગઈ છે. “બજારમાં ભારે ઘટાડાને કારણે SIPમાં કેટલાક સ્ટોપેજ જોવા મળ્યા છે કારણ કે મૂલ્યાંકનનું સરેરાશ રિવર્ઝન ચાલી રહ્યું છે, સ્મોલ અને મિડકેપમાં ઘટાડો થઇ રહ્યો છે” એમ અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતુ.

આ પણ વાંચોઃ 10 દિવસના અભિયાન માટે 10 મહિનાનું રોકાણ, સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી ફરી અટકી ગઈ

Back to top button