વર્લ્ડ

ભારતનો ડંકો હવે કેનેડામાં, પવિત્ર ગ્રંથ ગીતાને સ્થાપિત કરાશે સંસદમાં!

Text To Speech

હરિયાણાનો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ આ વખતે કેનેડામાં યોજાવા જઈ રહ્યો છે. આ ફેસ્ટિવલ 16 થી 19 સપ્ટેમ્બર સુધી ચાલશે. છેલ્લા છ વર્ષથી વિદેશમાં યોજાતો આ ફેસ્ટિવલ આ વર્ષે કેનેડાના મિસીસૌગામાં લિવિંગ આર્ટ સેન્ટર ખાતે યોજાશે. ખાસ વાત એ છે કે, સમગ્ર વિશ્વમાં પવિત્ર ગ્રંથ ગીતાનું મહત્વ વધી રહ્યું છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન પોતાના સ્વજનોને પોતાની સામે જોઈને નિરાશ થઈ જાય છે અને યુદ્વમાં પીછે હઠ કરવા ઈચ્છે છે . તે સમયે શ્રી કૃષ્ણે તેમને ઉપદેશ આપ્યો હતો. આ ઉપદેશને ભગવત ગીતા કહેવામાં આવે છે. આ યુદ્ધ હરિયાણાના કુરુક્ષેત્રની ધરતી પર 18 દિવસ સુધી લડવામાં આવ્યું હતું. કેનેડાની સંસદના ક્વીન્સ પાર્કમાં ગીતાને સ્થાપિત કરવામાં આવશે. અગાઉ ગીતા ગ્રંથની સ્થાપના મોરેશિયસ અને લંડનની સંસદમાં થઈ ચૂકી છે.

સમગ્ર વિશ્વમાં પવિત્ર ગ્રંથનું મૂલ્ય વધી રહ્યું છે. તેનું સૌથી મોટું ઉદાહરણ લંડન, મોરેશિયસ બાદ હવે કેનેડાની સંસદમાં ગીતાની સ્થાપના થવા જઈ રહી છે. હરિયાણા સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મિસિસોગામાં લિવિંગ આર્ટ સેન્ટરમાં સવારના સત્રમાં શ્રીમદ ભગવદ ગીતા પર સેમિનાર અને સાંજે શ્રી કૃષ્ણ કથા કાર્યક્રમ યોજાશે. ટોરોન્ટોના ડુડાસ સ્ક્વેરમાં 18 સપ્ટેમ્બરે શોભાયાત્રા કાઢવામાં આવશે અને 19 સપ્ટેમ્બરે ઑન્ટારિયોની સંસદમાં ગીતાના ઉપદેશો પર ચર્ચા કરવામાં આવશે. ગીતા પાર્ક ભૂમિ પૂજન બ્રામ્પટન સિટી, ઓન્ટારિયોમાં યોજાશે.

પવિત્ર ગ્રંથ ગીતા- humdekhengenews

ગીતા પર મંથન થશે

તેમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણ દિવસીય ઉત્સવ દરમિયાન ભારત અને વિદેશની 104 ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ ભગવદ ગીતાના ઉપદેશો પર મંથન કરશે. દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં કુરુક્ષેત્રમાં ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. કુરુક્ષેત્ર ડેવલપમેન્ટ બોર્ડના માનદ સચિવ મદન મોહન છાબરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અગાઉ મુખ્ય પ્રધાન મનોહર લાલ અને ગીતા ઋષિ સ્વામી જ્ઞાનાનંદના પ્રયાસોથી મોરિસ અને લંડન જેવા દેશોમાં પવિત્ર ગ્રંથ ગીતાની સ્થાપના કરવામાં આવી છે. તેમજ લંડનમાં પણ આ વર્ષે પવિત્ર ગ્રંથ ગીતાની સ્થાપના કરવામાં આવશે.

આ પણ વાંચો: પ્રશાંત કિશોરે નીતિશ કુમાર સાથે કરી મુલાકાત, શું ‘પીએમ મિશન’ પૂર્ણ કરવાની યોજના ?

ઘણા દેશોમાં આયોજિત

તેમણે કહ્યું કે, કુરુક્ષેત્રને વિશ્વ મંચ પર લાવવા અને પવિત્ર ગ્રંથ ગીતાના ઉપદેશને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી માત્ર કુરુક્ષેત્ર અને હરિયાણામાં જ નહીં પરંતુ મોરેશિયસ, લંડન અને કેનેડા જેવા દેશોમાં પણ આ અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મનોહર લાલ અને ગીતા ઋષિ સ્વામી જ્ઞાનાનંદના પ્રયાસોથી કેનેડાના એન્ટોરીના ક્વીન્સ પાર્ક પાર્લામેન્ટમાં પવિત્ર ગ્રંથ ગીતાનું સ્થાપન કરવામાં આવશે.

Back to top button