ટ્રેન્ડિંગબિઝનેસ

2022-23માં Direct Tax Collectionમાં વધારો, જાણો- અંદાજ કરતા કેટલુ વધ્યુ ?

Text To Speech

નાણાકીય વર્ષ 2022-23માં Direct Tax Collection સરકારના અંદાજ કરતાં વધુ રહ્યું છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.61 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે અગાઉના વર્ષ 2021-22માં 14.12 લાખ કરોડ રૂપિયા હતું.

Tax Collection
Tax Collection

નાણા મંત્રાલય દ્વારા પ્રત્યક્ષ કર વસૂલાત અંગે જારી કરાયેલા આંકડા અનુસાર, 2022-23માં કામચલાઉ ડેટા અનુસાર, Direct Tax Collection રૂ. 16.61 લાખ કરોડ થયુ છે. જે 16.97 ટકાના ઉછાળા સાથે અંદાજ કરતાં રૂ. 2.41 લાખ કરોડ વધુ છે. બજેટ અંદાજમાં રૂ. 14.20 લાખ કરોડ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જે સુધારેલા અંદાજમાં વધારીને રૂ. 16.50 લાખ કરોડ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રત્યક્ષ કર વસૂલાતના આંકડા બજેટ અંદાજ કરતાં 16.97 ટકા વધુ અને સુધારેલા અંદાજ કરતાં 0.69 ટકા વધુ છે.

Back to top button