ગાંધીનગર, 23 જાન્યુઆરી 2024, આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સનો ત્રિદિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, ભારતમાં ગુનાઓના નિયંત્રણ અને ડિટેક્શન માટે ભારતની ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમને ટેકનોલોજીના માધ્યમ દ્વારા વિશ્વની સૌથી આધુનિક ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ બનાવવાનો મક્કમ નિર્ધાર અમે કર્યો છે. જે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
10 વર્ષમાં વિવિધ ક્ષેત્રોએ 50થી વધુ પરિવર્તનકારી નિર્ણયો
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં વિવિધ ક્ષેત્રોએ 50થી વધુ પરિવર્તનકારી નિર્ણયો કર્યા છે. ભારતીય ક્રિમીનલ જસ્ટીસ હવે નવા યુગમાં પ્રવેશી છે. બ્રિટિશ કાળના 150 વર્ષ જૂના આઇ.પી.સી., સી.આર.પી.સી. અને પુરાવા અધિનિયમના સ્થાને નવા કાયદા અમલી બનાવ્યા છે. જે આગામી સમયમાં ગુનેગારોને ગુનો કરતાં તો રોકશે જ તેની સાથોસાથ સજામાં પણ વધારો કરશે.ગુનાઓના સંશોધનો–તપાસમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધારવાનો અમે ઐતિહાસિક નિર્ણય કર્યો છે અને ફોરેન્સિક તપાસને ગુનાની તપાસનો એક ભાગ બનાવ્યો છે. જેના પરિણામે આગામી સમયમાં વ્યાપક રોજગારીનું નિર્માણ થશે.આગામી પાંચ વર્ષ પછી પ્રતિ વર્ષ 9000થી વધુ વિદ્યાર્થીઓને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે રોજગારી મળતી થશે.
સૌને ઝડપી ન્યાય મળે તે અતિ આવશ્યક છે
તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન મોદીએ વર્ષ 2003માં ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી જેને વર્ષ 2020માં રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપીને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી બનાવી એ આજે વટવૃક્ષ બની છે. દેશમાં હાલ નવ જગ્યાએ અને એક યુગાન્ડા ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કેન્દ્રો કાર્યરત છે અને આગામી સમયમાં 9 રાજ્યોમાં નવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે.આ ક્ષેત્રે ટેકનોલોજીયુક્ત આધુનિક પોલીસિંગ, ટેકનોલોજીનો ઉપયોગ હાઈબ્રીડ અને મલ્ટી ડાયમેન્શનલ થ્રેટ તેમજ ક્રિમિનલ જસ્ટિસને વિશ્વની આધુનિક વ્યવસ્થા બનાવવી આમ ચાર પડકારો આપણી સામે છે. સૌને ઝડપી ન્યાય મળે તે અતિ આવશ્યક છે. તેના માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો પડશે.
AIની મદદથી તમામ ડેટાનું એનાલીસીસ કરવામાં આવશે
આ ઉપરાંત એ.આઇ.ની મદદથી ડેટા ઇન્ટિગ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં દેશમાં અંદાજે આઠ કરોડ FIR ઓનલાઇન નોંધાઇ છે.તમામ પોલીસ સ્ટેશન ઓનલાઇન જોડવામાં આવ્યા છે. ગુનેગારો, બાળ તસ્કરો, આતંકવાદી સંગઠનોના ડેટાને ઓનલાઇન કરવામાં આવ્યા છે. આ માટે એક સોફ્ટવેર તૈયાર કરીને AIની મદદથી તમામ ડેટાનું એનાલીસીસ કરવામાં આવશે. આ વ્યવસ્થા આગામી ત્રણ વર્ષમાં કાર્યરત કરવાનું આયોજન છે. આ વન ડેટા વન એન્ટ્રીના સિદ્ધાંત પર કામ કરવા નવા સોફ્ટવેર તૈયાર કરવા પડશે. જેમાં NFSUના વિદ્યાર્થીઓની મહત્વની ભૂમિકા રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે જર્નલ ઓફ ક્રિમિનલ ઓફ ક્રિમિનોલોજી એન્ડ ક્રિમિનાલિસ્ટિક્સનું વિમોચન કરાયું હતું. NFSUના કુલપતિ ડો. જે.એમ.વ્યાસની 50 વર્ષની સફર દરમિયાન જે કાર્યો થયા છે, તેના ઉપર વિવિધ તજજ્ઞોએ લખેલા લેખોના બે વોલ્યુમનું વિમોચન થયું હતું. ડૉ. જે.એમ.વ્યાસને તેમની સફળ સેવા બદલ પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.
આ પણ વાંચોઃ