આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડશ્રી રામ મંદિર

રામમંદિર વિશે યુએનમાં પાકિસ્તાને ઝેર ઓકતાં ભારતનો સણસણતો જવાબ

  •  રામમંદિર વિશે યુએનમાં પાકિસ્તાને ફરીવાર ઝેર ઓકતા, ભારતના રાજદુત રુચિરા કંબોઝે આપ્યો વળતો જવાબ
  • પાકિસ્તાન પોતે જ સૌથી વધારે  શંકાસ્પદ ટ્રેક રેકોર્ડ ધરાવે છે
  •  એક ચોક્કસ સભ્ય દેશ પાસેથી આદર અને મુત્સદ્દીગીરીના કેન્દ્રીય સિદ્ધાંતોનું પાલનની આશા રાખવી વધુ પડતી છે

HD ન્યુઝ ડેસ્ક, 3 મે:પાકિસ્તાન ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકતું આવ્યું છે. પાડોશી દેશે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો. જો કે, આ વખતે ભારતે એવો જવાબ આપ્યો કે પાકિસ્તાનની બોલતી બંધ થઈ ગઈ હતી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા નિવેદનને અયોગ્ય ગણાવતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાકહ્યું હતું કે દરેક પાસાંમાં પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ સૌથી વધુ શંકાસ્પદ રહ્યો છે. UN (સંયુક્ત રાષ્ટ્ર)માં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે ‘શાંતિની સંસ્કૃતિ’ વિષય પર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન કાશ્મીર, CAA (નાગરિકતા સંશોધન કાયદો) અને રામ મંદિર જેવા મુદ્દાઓ વિશે લાંબુલચક ભાષણ આપતા ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિત્વ કરનારા રૂચિરા કંબોજે આ વિશે આકરી પ્રતિક્રિયા આપી હતી.

પાકિસ્તાન પોતે જ સૌથી વધારે  શંકાસ્પદ ટ્રેક રેકોર્ડ ધરાવે છે

પાકિસ્તાનને સણસણતો જવાબ આપતા ભારતના રાજદુતે કહ્યું હતું કે,”આ જનરલ એસેમ્બલીમાં UN genaral assembly અમે છેલ્લી વાર કહેવા માંગીએ છીએ કે આપણે આ પડકારજનક સમયમાં શાંતિની સંસ્કૃતિ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે, અમારું ધ્યાન રચનાત્મક સંવાદ પર કેન્દ્રિત  છે, આથી અમે એક ચોક્કસ પ્રતિનિધિની ટિપ્પણીઓને અવગણવાનો વિકલ્પ પસંદ કર્યો છે જેમાં ન માત્ર  મર્યાદાનો અભાવ છે  પણ સાથે સાથે તેમના વિનાશક અને હાનિકારક સ્વભાવને કારણે આપણા સામૂહિક પ્રયાસોને પણ બાધક છે. અમે તે પ્રતિનિધિને આદર અને મુત્સદ્દીગીરીના કેન્દ્રીય સિદ્ધાંતોનું પાલન કરવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરીશું જે હંમેશા અમારી ચર્ચાઓને માર્ગદર્શન આપે છે, અથવા તે દેશ પાસેથી અપેક્ષા રાખવી વધુ પડતી છે જે પોતે જ તમામ મોરચે સૌથી વધુ શંકાસ્પદ ‘ટ્રેક રેકોર્ડ’ ધરાવે છે.

આતંકવાદ એ શાંતિની સંસ્કૃતિ અને તમામ ધર્મોના મૂળભૂત ઉપદેશોનો સીધો  વિરોધીછે, જે કરુણા, સમજણ અને સહઅસ્તિત્વની હિમાયત કરે છે.””તે ઝઘડાના બીજ વાવે છે, દુશ્મનાવટ પેદા કરે છે અને આદર અને સદભાવના સાર્વત્રિક મૂલ્યોનનું હનન કરે છે જે સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓનો આધાર છે,” તેમણે કહ્યું. જો સભ્ય દેશો ખરેખર શાંતિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માંગતા હોય અને વિશ્વને એક સંયુક્ત કુટુંબ તરીકે જોવા માંગતા હોય, તો તેના માટે સક્રિયપણે સાથે મળીને કામ કરવું જરૂરી છે. આ એકતામાં મારા દેશ દ્રઢ વિશ્વાસ ધરાવે છે.

અહિંસાનો સિદ્ધાંત એ શાંતિ માટે ભારતની પ્રતિબદ્ધતાનો આધાર છે

કંબોજ વધુ જણાવતા કહે છે કે વિશ્વ ભૌગોલિક રાજકીય તણાવ અને અસમાન વિકાસના કારણે ઘણી બધી  સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.  માટે ધર્મ અથવા આસ્થાના આધારે વધતી અસહિષ્ણુતા, ભેદભાવ અને હિંસા પર ધ્યાન આપવાની જરૂર છે.અમે હંમેશા ખાસ કરીને ચર્ચ, મઠો, ગુરુદ્વારા, મસ્જિદો, મંદિરો સહિતના પવિત્ર સ્થળો પર વધતા હુમલાઓથી ચિંતિત છીએ. આ પ્રકારના હુમલાઓની સામે વિશ્વે એકજુટ થઈને સક્રિયપણે પગલાં ભરવા જોઈએ. ભારત માત્ર હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મનું જન્મસ્થળ નથી, પરંતુ ઇસ્લામ, યહુદી, ખ્રિસ્તી અને પારસી ધર્મનું પણ પારણું છે.” તે ઐતિહાસિક રીતે ધર્મના આધારે જુલમ ઇચ્છતા લોકો માટે આશ્રયસ્થાન રહ્યું છે. ભારતનો સાંસ્કૃતિક સમય, તેની સુંદરતા અને તેની ભાષાની સમૃદ્ધિ સાથે, સહનશીલતા અને સહઅસ્તિત્વનું માપદંડ છે. દિવાળી, ઈદ, ક્રિસમસ અને નવરોઝ જેવા તહેવારો વિવિધ સમુદાયો દ્વારા વહેંચાયેલા આનંદનો આનંદ માણતા ધાર્મિક સીમાઓને પાર કરે છે.

આ પણ વાંચો: પાકિસ્તાની હિંદુ સેનેટરે સિંધમાં બળજબરીથી થતા ધર્માંતરણ અંગે વ્યક્ત કરી ચિંતા

Back to top button