આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

એશિયન ગેમ્સની મેડલ ટેલીમાં ભારતની સદી

  • હાંગઝોઉમાં એશિયન ગેમ્સના 14મા દિવસ ભારતે રચ્યો ઇતિહાસ
  • કમ્પાઉન્ડ તીરંદાજીમાં જ્યોતિ સુરેખા અને ઓજસ દેવતલે જીત્યો ગોલ્ડ
  • એશિયન ગેમ્સમાં ભારત માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ! : વડાપ્રધાન 

ચીનના હાંગઝાઉમાં રમવામાં આવી રહેલી એશિયન ગેમ્સનો શનિવારે(7 ઓક્ટોબરે) 14મો દિવસ રહેલો છે. ત્યારે 14મા દિવસે ભારતે ઇતિહાસ રચ્યો છે અને એશિયન ગેમ્સની મેડલ ટેલીમાં ભારત દ્વારા સદી ફટકારવામાં આવી છે. હાંગઝોઉ એશિયાડમાં ભારતીય ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન દેખાડ્યું છે. જેમાં મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી સ્પર્ધામાં જ્યોતિ સુરેખાએ ગોલ્ડ જીત્યો છે તો પુરુષ કમ્પાઉન્ડ તીરંદાજી સ્પર્ધામાં ઓજસ દેવતલે ગોલ્ડ મેડલ અને અભિષેક વર્માએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

એશિયન ગેમ્સ મેડલ ટેલીમાં ભારતના નામે 100 મેડલ

ભારત વિવિધ રમતગમત ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે એશિયન ગેમ્સમાં ભારત પોતાનો 72 વર્ષ જૂનો ઈતિહાસ બદલવા જઈ રહ્યું છે. જેમાં હાંગઝોઉ એશિયાડમાં ભારતે ઇતિહાસ રચ્યો છે અને આ વર્ષની એશિયન ગેમ્સના 14મા દિવસે ભારતે 100 મેડલ પોતાને નામે કર્યા છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં આવું બન્યું ન હતું. ભારતે આ વખતે 100 મેડલ પોતાના નામે કરતા નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અત્યારસુધીમાં ભારતીય ખેલાડીઓએ 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

INDIA 100 MEDAL
ASIAN GAMES

 

એશિયન ગેમ્સમાં ભારત માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ! : પ્રધાનમંત્રી 

એશિયન ગેમ્સમાં ભારતના નામે 100 મેડલ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “એશિયન ગેમ્સમાં ભારત માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ! ભારતના લોકો રોમાંચિત છે કે, 100 મેડલના નોંધપાત્ર માઇલસ્ટોન સુધી પહોંચી ગયા છીએ. હું અમારા અસાધારણ એથ્લેટ્સને હૃદયપૂર્વક અભિનંદન આપું છું જેમના પ્રયત્નોથી ભારત આ ઐતિહાસિક માઇલસ્ટોન સુધી પહોંચ્યું છે.  દરેક આશ્ચર્યજનક પ્રદર્શને ઇતિહાસ રચ્યો છે અને અમારા હૃદયને ગૌરવથી ભરી દીધું છે.  હું 10મીએ અમારી એશિયન ગેમ્સની ટુકડીનું આયોજન કરવા અને અમારા એથ્લેટ્સ સાથે વાર્તાલાપ કરવા આતુર છું.”

 

મહિલા કમ્પાઉન્ડ તીરંદાજીમાં જ્યોતિ સુરેખાએ ગોલ્ડ તો અદિતિ સ્વામીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

 

એશિયન ગેમ્સના 14મા દિવસે પહેલો મેડલ જીતાડતા ભારતીય ખેલાડી જ્યોતિ સુરેખા વેન્નમે મહિલાઓની કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. એશિયન ગેમ્સમાં રેકોર્ડ બનાવતા તેણે ફાઈનલ મેચ 149-145ના માર્જિનથી જીતી હતી. તેણીએ દક્ષિણ કોરિયાની સો સીનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. અદિતિ સ્વામીએ ભારતને કમ્પાઉન્ડ તીરંદાજીમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.

 

 

પુરુષ તીરંદાજીમાં ઓજસને ગોલ્ડ તો અભિષેકને સિલ્વર મળ્યો

 

પુરુષોની કમ્પાઉન્ડ તીરંદાજીમાં ભારતને બે મેડલ મળ્યા છે. જેમાં ઓજસ દેવતલે ગોલ્ડ મેડલ અને અભિષેક વર્માએ સિલ્વર મેડલ જીત્યો છે. ફાઇનલમાં બે ભારતીય તીરંદાજો વચ્ચે મુકાબલો હતો. આવી સ્થિતિમાં, દેશને બંને મેડલ મળવાની ખાતરી હતી, પરંતુ બંનેએ વ્યક્તિગત રીતે મેડલનો રંગ નક્કી કરવાનો હતો. જેથી ઓજસ દેવતલે 149ના સ્કોર સાથે ગોલ્ડ અને અભિષેક વર્માએ 147ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. જેથી કહી શકાય કે, ભારતે કમ્પાઉન્ડ તીરંદાજીમાં તમામ સ્પર્ધા જીતી છે.

 

આ પણ જુઓ :દિલ્હી : વાઈબ્રન્ટ સમિટ પૂર્વે 119 દેશના ડિપ્લોમેટ સાથે CMએ યોજી બેઠક

Back to top button