આરબીઆઇના ગવર્નરનું બેન્કોને ગ્રાહકોની ફરિયાદ સંબોધવા AI અપનાવવાનું આહવાન્


નવી દિલ્હી, 18 માર્ચઃ ભારતીય રિઝર્વ બેન્ક – આરબીઆઇના નેજા હેઠળની બેન્કોને આરબીઆઇના ગવર્નર સંજય મલ્હોત્રાએ ગ્રાહકોની ખોટું વેચાણ અને આક્રમક પ્રેક્ટીસિસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ (AI)નો લાભ લેવાનું આહવાન કર્યુ છે. આનું કારણ એ છે કે નાણાંકીય વર્ષ 2023-2024માં 10 મિલીયન વધુ ફરિયાદો ભારતની 95 બેન્કોને મળી છે.
ગ્રાહકોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને અસંખ્ય પ્રોડક્ટસ પણ વધી રહી છે ત્યારે જો તેની સામે પગલાં નહી લઇએ તો તેમાં વધારો થતો જ રહેશે એમ તેમણે જણાવ્યુ હતું. તાજેરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતુ કે નાણાં સંસ્થાઓ એટીએમ ફેલ્યોર અથવા ભૂલભરેલા ચાર્જીસ અને આગોતરી ચેતવણીઓ પ્રાપ્ત કરવા માટે AIનો ડેટાના જંગી વોલ્યુમોનું વિશ્લેષણ કરવા ઉપયોગ કરી શકે છે.
AI આધારિત ચેટબોટ્સ અને વોઇસ રેકોગ્નીશન ટૂલ્સનો પણ ભાષાકીય અંતરાયોનો ભારત જેવા વિવિધ પ્રકારની ભાષા ધરાવતા દેશમાં ઉપયોગમાં લઇ શકાય છે એમ કહેતા તેમણે નાણાં સંસ્થાઓને ગ્રાહક સેવા અને ફરિયાદ નિવારણ પ્રક્રિયાઓમાં સુધારો લાવવા માટે માનવ મૂડીમાં પણ રોકાણ કરવાનું પણ આહવાન્ કર્યુ હતું.
નોંધનીય છે કે રિઝર્વ બેંકે ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓ સામે કાર્યવાહી કરી રહી હોવાના અહેવાલો છે. જેમાં તાજેતરમાં જ એટલે કે ગત નવેમ્બર 2024માં સાઉથ ઇન્ડિયન બેંક પર 59.20 લાખ રૂપિયાનો દંડ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સાઉથ ઇન્ડિયન બેંક પર બેંકોમાં થાપણો અને ગ્રાહક સેવાઓ પરના વ્યાજ દરો અંગેની કેટલીક સૂચનાઓનું પાલન કરવામાં ભૂલો બદલ રૂપિયા 59.20 લાખનો દંડ ફટકાર્યો હતો. એટલુ જ નહી 31 માર્ચ, 2023 સુધી બેંકની નાણાકીય સ્થિતિ અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકના ઓડિટ મૂલ્ય માટે એક પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ મૂડીઝ ઇન્ડસઇન્ડ બેન્કનું ક્રેડિટ એસેસમેન્ટ ડાઉનગ્રેડ કરવા સમીક્ષા કરશે