ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

આરબીઆઇએ અગ્રિમ ક્ષેત્રની ધિરાણ માર્ગદર્શિકામાં સુધારો કર્યો

Text To Speech

નવી દિલ્હી, 25 માર્ચઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા – આરબીઆઇએ અગ્રિમ ક્ષેત્રોના ધિરાણ (PSL) પરની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. તમામ ક્ષેત્રોમાં PSLનું કવરેજ અને લોન મર્યાદામાં વધારો કરવા માટે આ પગલું ભરવામાં આવ્યુ છે. સુધારેલા નિયમો 1લી એપ્રિલથી અસરમાં આવશે અને તેમાં પ્રવર્તમાન જોગવાઇઓ અને હિસ્સાધારકોના પ્રતિભાવની સમીક્ષાનો સમાવેશ થાય છે એમ રિઝર્વ બેન્કે જણાવ્યું હતું.

આરબીઆઇ વ્યાપક PSL કવરેજમાં વધારો કરવા માટે હાઉસિંગ જેવી અનેક કેટેગરીઓમાં લોનની મર્યાદામાં વધારો કરવા સહિતના ફેરફારો સુચવશે. રિઝર્વ બેન્કનું માળખું રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર હેઠળ વર્ગીકૃત્ત લોનના વ્યાપમાં પણ વધારો કરશે.

વધુમાં આરબીઆઇ દ્વારા શહેરી સહકારી બેન્કો માટેનો એકંદરે PSL ટાર્ગેટ પર વધારીને એડજસ્ટેડ નેટ બેન્ક ક્રેડિટ (ANBC) અથવા ઓફ-બેલેન્સશીટ એક્સ્પોશર (CEOBSE)બેમાંથી જે વધુ હોય તેના 60 ટકા સુધી લઇ જવામાં આવશે જેથી અર્થતંત્રના અગત્યના સેગમેન્ટ્સમાં ધિરાણ પ્રવાહને વેગ આપી શકાય. આ ઉપરાંત આરબીઆઇએ ‘નબળા વર્ગો’ હેઠળ લાયક કરજદારી યાદીને પણ વિસ્તૃત બનાવી છે. વધુમાં વ્યક્તિગત મહિલા લાભાર્થીઓને શહેરી સહકારી બેન્કો દ્વારા અપાતી લોન્સની પ્રવર્તમાન મર્યાદાને પણ દૂર કરી છે.

આરબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે વિસ્તરિત કવરેજ અને સુધારે માર્ગદર્શિકાઓ અર્થતંત્રના અગ્રિમ ક્ષેત્રોમાં બેન્કના ધિરાણના વધુ સારા ટાર્ગેટને સિદ્ધ કરવામાં મદદ કરશે તેવુ મનાય છે.

આ પણ વાંચોઃ નબળી સેવા માંગ પાછળ ભારતની બિઝનેસ વૃદ્ધિ માર્ચમાં ઘટી

Back to top button