નબળી સેવા માંગ પાછળ ભારતની બિઝનેસ વૃદ્ધિ માર્ચમાં ઘટી

બેંગલુરુ, 25 માર્ચઃ નબળા સેવા ક્ષેત્ર અલબત્ત તેમાં ચાલી રહેલી મંદીને ખાળવામાં મજબૂત ઉત્પાદન વિસ્તરણ નિષ્ફળ જવાને કારણે ભારતમાં એકંદરે બિઝનેસ પ્રવૃત્તિઓમાં માર્ચમાં ઘટાડો થયો હોવાનું એક ખાનગી સર્વેક્ષણમાં બહાર આવ્યુ છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા એકત્રિત કરાયેલ માહિતી અનુસાર એચએસબીસીનો ઇન્ડિયા કંપોઝીટ પરચેઝીંગ મેનેજર ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં 58.8 પોઇન્ટના સ્તરે હતો તે માર્ચમાં ઘટીને 58.6ના સ્તરે આવી ગયો હતો.
જ્યારે ઉત્પાદન PMI ઇન્ડેક્સ 56.3 પોઇન્ટથી વધીને 57.6 થયો છે, જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી વિસ્તરણ કક્ષામાં રહ્યો છે. પરંતુ બજાર પર ભારે પ્રભુત્વ ધરાવતા સેવા ક્ષેત્રનો PMI ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં 59 પોઇન્ટથી ઘટીને 57.7 થયો છે, જે એકંદરે ઇન્ડેક્સમાં ઘટાડાને વેગ આપે છે.
ભારતનું ઉત્પાદન ક્ષેત્રમાં માર્ચમાં સૌથી વધુ ઝડપે વિકસ્યુ હતું. જે જુલાઇ 2024થી અત્યાર સુધીમાં સૌથી ઊંચા સ્તરે દર્શાવે છે એમ એચએસબીસી ખાતેના ભારતના મુખ્ય અર્થશાસ્ત્રી પ્રાંજુલ ભંડારીએ નોંધ્યુ હતું.
માંગને તપાસવાનો માપદંડ એવા નવા ઓર્ડરો પાછલા મહિના સ્તરેથી વધ્યા હતા. જે ઉત્પાદકો માટે ઓપરેટિંગ સ્થિતિમાં સુધારો થયો હોવાનું બતાવે છે. તેનાથી વિરુદ્ધ માંગને ધક્કો લાગતા સેવા ક્ષેત્રે નવા બિઝનેસને ફટકો પડ્યો છે.
આમ છતાં ઉત્પાદન અને સેવાઓ માટેની આંતરરાષ્ટ્રીય માંગમાં છેલ્લા ત્રણ મહિનામં ધીમો વધારો થયો છે. નવા નિકાસ ઓર્ડરમાં થયેલો ઘટાડો પણ ટેરિફની ઘોષણાઓ વચ્ચે નોંધનીય છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે ચીન, કેનેડા અને મેકિસ્કો પર નવેસરથી ટેરિફ લાદી છે અને વેપાર પરના તેમના નિવેદનોએ બિઝનેસ દેખાવને અનિશ્ચિત બનાવ્યા છે. અમેરિક સાથે વેપાર કરતા દેશો પર 2 એપ્રિલથી વધુ ટેરિફ લદાશે.
આગામી વર્ષના સેન્ટીમેન્ટ ઘટીને સાત વર્ષના તળીયે જતા રહેતા ભારતીય બિઝનેસીસ ભવિષ્યની પ્રવૃત્તિઓ બાબતે ઓછા આશાવાદી છે, તેના કારણે રોજગારીમાં પણ ઘટાડો થયો છે. બીજી બાજુ માર્ચમાં કાચા માલના ખર્ચમાં પણ ઝડપથી વધારો થયો છે કે તેના ઉત્પાદકોની વૃદ્ધિ ત્રણ મહિનાના સૌથી ઊંચા મથાળે છે. કાચા માલની કિંમતોમાં થયેલા વધારાને કારણે માર્જિં સંકોચાયો છે જ્યારે એક્સ-ફેક્ટરી કિંમત ચાલુ વર્ષના સૌથી નીચા મથાળે છે.
બિઝનેસીસ ઊંચા ખર્ચ ગ્રાહકોને શિરે પસાર કરી શક્યા ન હતા અને એકંદરે ચાર્જ ફૂગાવો ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધીમાં સૌથી ઓછી ઝડપે વિકસ્યો છે. જ્યારે ભારતનો સીપીઆઇ છેલ્લા છ મહિનામાં સૌપ્રથમ વખત ફેબ્રુઆરીમાં રિઝર્વ બેન્કના મધ્યમ ગાળાના 4 ટકાના લક્ષ્યાંક કરતા નીચે રહ્યો છે, જેના કારણે વધુ વ્યાજ કાપની આશા પ્રબળ બની છે.
આ પણ વાંચોઃ ઈંડિગોની ફ્લાઈટ સાથે પક્ષી ટકરાયું, વિમાનમાં બેઠા હતા 179 મુસાફરો