ચેન્નઈ ટેસ્ટમાં ભારતની બાંગ્લાદેશ સામે શાનદાર જીત, રવિચંદ્રન અશ્વિનની ડબલ ધમાલ
- ભારતીય ટીમે ચેન્નઈમાં બાંગ્લાદેશને 280 રનથી હરાવી દીધું
ચેન્નઈ, 22 સપ્ટેમ્બર: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ગુરુવાર (19 સપ્ટેમ્બર)થી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. આ મેચમાં ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવી દીધું છે. આ મેચમાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશની આખી ટીમ ગેમના ચોથા દિવસે આજે લંચ પહેલા 234 રનમાં સમેટાઈ ગઈ હતી. બંને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે.
6⃣ wickets in the morning session on Day 4 🙌
Bangladesh 234 all out in the 2nd innings.
A dominating win for #TeamIndia! 💪
Scorecard ▶️ https://t.co/jV4wK7BOKA#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/TR1RoEDyPB
— BCCI (@BCCI) September 22, 2024
ભારતીય ટીમની જીતનો હીરો રવિચંદ્રન અશ્વિન
રવિચંદ્રન અશ્વિને બીજા દાવમાં છ વિકેટ લીધી હતી. આ મેચમાં અશ્વિને પણ સદી ફટકારી હતી. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 37મી વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. તમને જણાવી દઈએ કે ત્રીજા દિવસે લંચ બાદ ભારતીય ટીમે ચાર વિકેટે 287 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતને પ્રથમ દાવમાં 227 રનની લીડ મળી હતી.
A game-changing TON 💯 & 6⃣ Wickets! 👌 👌
For his brilliant all-round show on his home ground, R Ashwin bags the Player of the Match award 👏 👏
Scorecard ▶️ https://t.co/jV4wK7BOKA #TeamIndia | #INDvBAN | @ashwinravi99 | @IDFCFIRSTBank pic.twitter.com/Nj2yeCzkm8
— BCCI (@BCCI) September 22, 2024
શુભમન-ઋષભે સદી ફટકારી
ભારતને તેનો પહેલો ફટકો બીજી ઇનિંગમાં ત્રીજી ઓવરમાં લાગ્યો, જ્યારે કેપ્ટન રોહિત શર્મા ફાસ્ટ બોલર તસ્કીન અહેમદના બોલ પર ઝાકિર હસનના હાથે કેચ આઉટ થઈ ગયો. રોહિતે 5 રન બનાવ્યા. આ પછી યશસ્વી જયસ્વાલ ફાસ્ટ બોલર નાહિદ રાણાના બોલ પર વિકેટકીપર લિટન દાસના હાથે કેચ આઉટ થઈ ગયો.
ત્યારબાદ ભારતે 67 રનના સ્કોર પર વિરાટ કોહલીની વિકેટ પણ ગુમાવી દીધી. કોહલી સ્પિન બોલર મેહદી હસન મિરાજના બોલ પર LBW આઉટ થઈ ગયો. કોહલીએ 37 બોલનો સામનો કરીને 17 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા સામેલ હતા. આ પછી શુભમન ગિલ અને ઋષભ પંતની જોડી ક્રિઝ પર સ્થિર થઈ ગઈ. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 167 રનની પાર્ટનરશીપ થઈ હતી.
ઋષભ પંતે 128 બોલનો સામનો કરીને 109 રન બનાવ્યા જેમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. આ તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી હતી. પંતના આઉટ થયાના થોડા સમય બાદ શુભમન ગિલે પણ પોતાની સદી પૂરી કરી હતી. શુભમન 119 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. શુભમને તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. શુભમનની ટેસ્ટ કારકિર્દીની આ પાંચમી સદી હતી. કેએલ રાહુલ 22 રન બનાવીને અણનમ રહ્યો હતો.
Victory by 2⃣8⃣0⃣ runs in the 1st Test in Chennai 🙌#TeamIndia take a 1⃣-0⃣ lead in the series 👏👏
Scorecard ▶️ https://t.co/jV4wK7BOKA #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/wVzxMf0TtV
— BCCI (@BCCI) September 22, 2024
બાંગ્લાદેશ પ્રથમ દાવમાં બુમરાહ સામે પડી ભાંગ્યું
બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં માત્ર 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની તરફથી શાકિબ અલ હસને 32 સૌથી વધુ રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. બુમરાહ ઉપરાંત આકાશ દીપ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજને 2-2 વિકેટ મળી હતી.
ભારત 17 સિરીઝથી અજેય
ઘરની ધરતી પર ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. 2012થી ટીમ ઈન્ડિયા ઘરઆંગણે સારું રમ્યું છે. ત્યારથી ભારત ઘરઆંગણે એક પણ ટેસ્ટ શ્રેણી હાર્યું નથી. એટલે કે નવેમ્બર 2012થી ભારત સતત 17 ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં અપરાજિત છે. બીજી તરફ બાંગ્લાદેશી ટીમ પાકિસ્તાનને સીરીઝમાં 2-0થી હરાવ્યા બાદ ભારત આવી છે. આવી સ્થિતિમાં તેનું મનોબળ ઉંચુ છે.
આ પણ જૂઓ: IPL 2025 : ઓક્શન પૂર્વે દિલ્હી કેપિટલ્સમાંથી સામે આવ્યા મોટા સમાચાર, જાણો શું