ટોપ ન્યૂઝબિઝનેસ

આવતીકાલે આવશે ભારતનો સૌથી મોટો IPO

Text To Speech

LIC 4 મેના રોજ ભારતનો સૌથી મોટો IPO લાવવા જઈ રહી છે. સરકારને આ IPOમાંથી રૂ. 21,000 કરોડ એકત્ર કરવાની અપેક્ષા છે. સરકાર LICમાં 3.5 ટકા હિસ્સાનું વિનિવેશ કરી રહી છે.

જો તમે પણ LICના IPOમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસથી જાણો તેની સાથે જોડાયેલી આ 10 બાબતો:
આઇપીઓની તારીખ

LICનો IPO 4 મેના રોજ ખુલશે અને 9 મેના રોજ બંધ થશે. આ શેર 17 મેના રોજ માર્કેટમાં લિસ્ટ થશે.

પ્રાઇસ બેન્ડ
IPOની પ્રાઇસ બેન્ડ 902-949 રૂપિયા રાખવામાં આવી છે. તેના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. LIC તેના પોલિસીધારકોને 60 રૂપિયા અને તેના કર્મચારીઓને 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે.

IPOનો હેતુ
સરકાર IPO દ્વારા શેરબજારનો લાભ લેવા માંગે છે અને ઓફર-ફોર-સેલ હેઠળ શેરધારકોને 221,374,920 શેર ઇશ્યૂ કરવા માંગે છે.
ઓછામાં ઓછા 15 શેર માટે બિડ કરો

બિડરે ઓછામાં ઓછા 1 લોટ એટલે કે 15 શેર માટે બિડ કરવી પડશે. આ રીતે રોકાણકાર 14 લોટ માટે બિડ કરીને કુલ રૂ. 2 લાખનું રોકાણ કરી શકે છે.

ઓફર વિગતો
સરકાર આ દ્વારા 21,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ સમગ્ર IPO વેચાણ માટે ઓફર છે. IPOના કુલ કદમાંથી 50 ટકા સંસ્થાકીય રોકાણકારો માટે, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને બાકીના 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.

કંપની વિશે
LIC ભારતની સૌથી મોટી વીમા પ્રદાતા કંપની છે. તેની પાસે 61% બજાર હિસ્સો છે. કુલ સંપત્તિના સંદર્ભમાં તે વિશ્વની 10મી સૌથી મોટી વીમા કંપની છે. LIC 40 લાખ કરોડની સંપત્તિનું સંચાલન કરે છે. તેના 13.5 લાખ એજન્ટો છે.

Back to top button