ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

Googleના આ પગલાંથી ચીન વિરુદ્ધ ભારતની મોટી જીત

  • Google કંપનીએ ભારતની તરફેણમાં મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો

નવી દિલ્હી, 25 મે: Google Pixel 8a થોડા સમય પહેલા ભારતમાં આવી ગયો છે. પરંતુ આ પછી કંપનીએ ભારતની તરફેણમાં એક મોટો નિર્ણય લીધો છે. હવે ભારતમાં Google Pixelનું ઉત્પાદન થશે. ગૂગલે આ બાબતે ફોક્સકોન સાથે પણ ભાગીદારી કરી છે. Google Pixelનું ઉત્પાદન ફોક્સકોનના તમિલનાડુ યુનિટમાં કરવામાં આવશે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે, આ મોટો નિર્ણય ભારતની તરફેણમાં લેવામાં આવ્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘ગૂગલે ફોક્સકોન સાથે ભાગીદારી કરી છે. હવે રાજ્યમાં ગૂગલ પિક્સલ સેલ ફોનનું ઉત્પાદન થશે. આ માટે ફેક્ટરી સેટઅપનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. અહેવાલો મુજબ, ગૂગલ પણ અહીંથી પોતાના સ્માર્ટફોન આયાત કરશે. જેનાથી ભારતની અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે.

 

Dixon પણ બનાવશે Pixel 

અહેવાલો મુજબ, ભારતીય કંપની Dixon(ડિક્સન) પણ Pixel સ્માર્ટફોન બનાવશે. આ માટે કોમ્પલ ઈલેક્ટ્રોનિક્સ(Compal Electronics) સાથે કરાર પણ કરવામાં આવ્યો છે. કોમ્પલ પહેલેથી જ Pixel બનાવે છે. સપ્ટેમ્બર મહિનાથી ઉત્પાદન શરૂ કરવામાં આવશે અને ઉત્પાદન શરૂ થયા બાદ એક્સપોર્ટ પણ શરૂ કરવામાં આવશે. જો કે કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

 

વિદેશી કંપનીઓએ ભારતીય બજારને સંપૂર્ણપણે અલગ દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું

મળતી માહિતી મુજબ, ભારતમાં ઓક્ટોબરથી Pixel સ્માર્ટફોનનું ઉત્પાદન શરૂ થશે. અહેવાલો મુજબ, માર્ચ 2024માં ભારતમાં Google Pixelનો હિસ્સો 0.04 ટકા હતો. ગૂગલને આશા છે કે, ભારતમાં સ્માર્ટફોનના ઉત્પાદન પછી તેમના વેચાણમાં ઘણો વધારો થશે અને તે ઝડપથી વધશે. આ જ કારણ છે કે, કંપનીએ ભારતમાં તેના Pixel સ્માર્ટફોનની સમગ્ર શ્રેણીનું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી આયાત ડ્યૂટી બચશે અને આશા છે કે, ભારતમાં Pixelની કિંમત પણ ઘટશે. જેનો અર્થ એ થયો કે હવે વિદેશી કંપનીઓએ ભારતીય બજારને સંપૂર્ણપણે અલગ દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું છે.

આ પણ જુઓ: મેડ ઇન ઇન્ડિયા કાર: ભારતીયો માટે રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ 18-22 ટકા થશે સસ્તી!

Back to top button