ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

હવે વીજ સંકટથી મળશે છૂટકારો, કોલસા ક્ષેત્રે ભારતે કરી મોટી પ્રગતિ

નવી દિલ્હી, 22 માર્ચઃ હવે વીજ સંકટથી છૂટકારો મળશે તેવી પ્રબાળ આશા સેવાય છે કેમ કે ભારતે કોલસાના ઉત્પાદનનો આંક 1 અબજ ટનને પાર કરી લીધો છે. આ એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે કેમ કે કોલસાનું ઉત્ખનન શરૂ થયા બાદ અત્યાર સુધીમાં આ સૌથી વધુ ઉત્પાદન છે. ચાલુ નાણાંકીય વર્ષ પૂરુ થતા પૂર્વે જ આ રેકોર્ડ હાંસલ કરી લેવામાં આવ્યો છે.

કેન્દ્રિય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યુ હતુ કે અમે અત્યાધુનિક ટેકનોલોજીઓ અને કુશળ તરકીબો દ્વારા ફક્ત ઉત્પાદન વધાર્યુ તેવુ નથી પરંતુ સાથે જવાબદારપૂર્ણ રીતે ઉત્ખનન થાય તે પણ સુનિશ્ચિત કર્યુ છે. આ ઉપલબ્ધ ાપણે સતત રહેલી વીજ માંગને પૂરી કરવામાં મદદ મળશે. સાથે આર્થિક વૃદ્ધિને વેગ આપશે અને દરેક ભારતીય માટે ઉજ્જ્વળ ભવિષય સુનિશ્ચિત કરશે.

પહેલા કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2024 સુધી કોલસાનું ઉત્પાદન 1 અબજ ટન સુધી પહોંચશે તેવો અંદાજ લગાવ્યો હતો, પરંતુ તે પછીની તેની મર્યાદા 2025 સુધી વધારી દેવામાં આવી હતી. કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવાયું છે કે તે રેકોર્ડ ઉત્પાદન સરકારની રાજનૈતિક સુધારાઓ અને તેની નીતિઓને દર્શાવે છે. ખાણ અને ખનિજ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) અધિનિયમમાં સુધારો અને કોલસા બ્લોકોની વ્યાપારી હરાજી દ્વારા કોલસા ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખુલ્લું કરવુ વગેરે જેવા પગલાંઓ તેના માટે જવાબદાર છે. નિવેદનમાં જણાવ્યું હતું કે, વધુમાં જણાવ્યુ હતુ કે આ ઉપાયોને કારણે ઘરેલુ કોલસાની ઉપલબ્ધતામાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે. તેની આયાતમાં ઘણો ઘટાડો થયો અને વિદેશી હૂંડીયામણની બચતમાં પણ વધારો થયો છે. એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન કોલસા આયાતમાં 8.4નો ઘટાડો થયો છે જેનાથી આશરે 5.43 અબજ ડોલરની વિદેશી હૂંડીયામણની બચત થઇ છે.

કોવિડ સમયગાળામાં માંગ અને પુરવઠામાં મોટુ અંતર દેખાયા પછી છેલ્લા બે વર્ષોમાં કોલસાના ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. કોલ ઈન્ડિયાના ઉત્પાદનમાં વૃદ્ધિ ઉપરાંત ખાનગી માલિકીના ઉત્ખનન પણ વધુ ઉત્પાદનનું હાંસલ કરી શકાયુ છે.

કોલ ઇન્ડિયાએ આ એક યાદીમાં જણાવ્યું હતુ કે કોલસા ઉત્પાદનના કિસ્સામાં 1 અબજ ટનના આંકડા ખરેખર એક વાત ઉપલબ્ધિ છે. સ્વદેશી ઉત્પાદનમાં વૃદ્ધિ આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું છે.

આ પણ વાંચોઃ 22 વર્ષનો આ છોકરો છે પાકિસ્તાનની ટીમનો હીટમેન, 44 બોલમાં સદી ફટકારી એકલા હાથે મેચ જીતાડી દીધી

Back to top button