ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

UNSCમાં કાયમી સભ્યપદનો ભારતનો દાવો મજબૂત, અમેરિકાએ કહ્યું: સુધાર જરૂરી

  • અમેરિકા પણ ઈચ્છે છે કે UNમાં સુધારો કરવામાં આવે, જેથી તે 21મી સદીની સાચી તસવીર રજૂ કરી શકે: US

વોશિંગ્ટન, 18 એપ્રિલ: ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું કાયમી સભ્યપદ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ મેળવવાનો ભારતનો દાવો વધુ મજબૂત બન્યો છે. હવે અમેરિકાએ પણ ઇલોન મસ્કનું સમર્થન કર્યું છે. અમેરિકાએ પણ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માંગને સમર્થન આપ્યું છે. USએ પણ કહ્યું કે, “અમેરિકા પણ ઈચ્છે છે કે UNમાં સુધારો કરવામાં આવે, જેથી તે 21મી સદીની સાચી તસવીર રજૂ કરી શકે.”  ટેસ્લાના ચીફ ઇલોન મસ્કે થોડા મહિના પહેલા UNSCમાં ભારતની કાયમી સભ્યપદની હિમાયત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “ભારત માટે સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય ન હોવું એ વાહિયાત છે.”

કાયમી સદસ્યતા વિશે US પ્રવક્તાએ શું કહ્યું?

US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે, “અમેરિકાએ UN સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) સહિત UN સંસ્થાઓમાં સુધારાને સમર્થન આપ્યું છે.” ટેસ્લાના CEO એલોન મસ્કના UNSCમાં ભારતની કાયમી સદસ્યતા ન હોવા અંગેના નિવેદન વિશે પૂછવામાં આવતા વેદાંત પટેલે કહ્યું કે, ‘પ્રમુખે UN જનરલ એસેમ્બલીમાં તેમની ટિપ્પણીમાં અગાઉ આ વિશે વાત કરી છે અને સચિવે પણ આ વિશે જણાવ્યું છે. અમે 21મી સદીના વિશ્વને પ્રતિબિંબિત કરવા માટે સુરક્ષા પરિષદ સહિત અન્ય UN સંસ્થાઓમાં સુધારાને ચોક્કસપણે સમર્થન આપીએ છીએ. તે પગલાં શું છે તે વિશે શેર કરવા માટે મારી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ, અમે તેને સ્વીકારીએ છીએ કે સુધારાઓ જરૂરી છે, પરંતુ હું તેને હમણાં માટે અહીં છોડીશ.

ઈલોન મસ્કે શું કહ્યું હતું?

આ વર્ષે જાન્યુઆરીમાં ઈલોન મસ્કે ભારતને UNSCમાં કાયમી બેઠક ન મળવાને ‘વાહિયાત’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, “જે દેશોની પાસે જરૂરિયાત કરતાં વધુ શક્તિ છે તેઓ તેને છોડવા માંગતા નથી.” X પર એક પોસ્ટમાં, ઇલોન મસ્કે લખ્યું કે, ‘કેટલાક સમયે UN સંસ્થાઓમાં સુધારાઓ કરવાની જરૂર છે. સમસ્યા એ છે કે, જેની પાસે વધારાની શક્તિ છે તેઓ તેને છોડવા માંગતા નથી. ભારત પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારત પાસે સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ નથી. આ વાહિયાત છે. આફ્રિકાને પણ સામૂહિક રીતે કાયમી બેઠક મળવી જોઈએ.”

આ પણ જુઓ: જે લોકો મોદી-યોગીને નથી સમજતા એમને કશું સમજાવવાનું રહેતું નથી, જાણો કોણે-શા માટે આવું કહ્યું?

Back to top button